________________
સૂયગડાંગસૂત્ર.
૧૭૫
માંસની પેશી રૂધિર પરૂ આંતરડાં ફિફિસ વિગેરેના કાદવથી વ્યાસ બધી વિદ્યાથી પણ અધમ બીભત્સ દેખાવના સ્થા નમાં જયાં હાહાકારના આક્રંદનુ કષ્ટ છે, હવે બસ કરો ન મારા ! ઈત્યાદ્વિ પેાકારથી આકાશ ગાજતાં કાન બેહરા થાય તેવા પરમ ધમ નરકાવાસમાં ચારે બાજુથી દુ:ખવાળા ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમના આયુ ભેગવવા નરક પૃથ્વીમાં રહેછે, આવું હું કહુ છુ. ર૭ા નરવિભક્તિના પહેલા દેશે સમાપ્ત થયા.
હવે પાંચમા અધ્યયનના બીજો ઉશે કહેછે. પહેલા કહીને ખીજે ઉદ્દેશો કહેછે, તેના આ પ્રમાણે સ ંબંધ છે, કે પૂર્વના ઉદ્દેશામાં જે કર્મોવડે જીવે નરકમાં ઉત્પન્ન થાયછે, અને જેવી અવસ્થા ભાગવે છે, તે ખતાવ્યું. હવે તેનેજ અહીં વિશેષપ્રકારે બતાવશે. આ સંબધે આવેલા આ ઉદ્દે શાનુ સૂત્રાનુગમમાં અસ્ખલિતાદ્વિ ગુણયુક્ત સૂત્ર આ પ્રમાણેછે. अहावरं सासयदुक्खधम्मं तं भे पवक्खामि, जहातणं । वाला जहा दुकडकम्पकारी, वेदेति कम्माई पुरेकडाई ॥१॥
પૂર્વ કા સિવાયનું હવે બીજું હું તમને કહુ છું. શાશ્ર્ચત જ્યાં સુધી નારકીનું આયુ હોય ત્યાં સુધી દરેક જીવને ભાગવવાનુ છે, તેથી તે શાશ્ર્વત ( નિરંતર ) છે. એવા સ્વભાવ (ધ) વાળુ નરક છે, પણ ત્યાં ક્ષણમાત્ર પશુ સુખ નથી, એ ' તમને જેવું છે, તેવું કહુ છું, પણ અહીં ઉપચાર કે અર્થવાદ ( બનાવટી કે તર્કવાદ ) નથી, જે જીવા
(