________________
સૂયગડાંગસૂત્ર.
૧૬૫
ત્યાં બધો કાળ કરૂણાપ્રાયે ઉષ્ણસ્થાન છે, તે સ્થાનમાં પાપ કરેલા નારકીઓને લઈ જાય છે, તેજ વિશેષ ખુલાસાથી કહે છે, કે જ્યાં અતિ દુઃખરૂપ ધર્મ (સ્વભાવ) છે, તેને સાર આ છે કે ત્યાં આંખને ફરકવામાન પણ કાળ દુખને વિશ્રામ નથી, તેજ કહ્યું છે. अच्छिणिमोलणमेत्तं णत्थि सुहं दुक्खमेव पडिबद्धं ॥ णिरए णेरइयाणं अहोणिसं पञ्चमाणाणं ॥१॥
આંખ ફરકવા માત્ર પણ કાળ સુખ નથી, પણ દુઃખ માત્રજ નારકીમાં નારકીના જીને રાતદિવસ પીડાતાં હોય છે. ૧૨ चत्तारि अगणीओ समारभित्ता, जहिं कूरकम्माऽभितवितिबालं ।। ते तत्थ चिट्टतऽभितप्पमाणा, मच्छा वजीवंतुवजोतिपत्ता ॥सू.१३
ચારે દિશામાં અગ્નિ સળગાવીને જે નરકમાં કુર કર્મવાળા પરમાધામીઓ (ઠેઠાબાટી) શેકવા માફક તે અજ્ઞનારકને તપાવે છે. ત્યાં તે પાપ કરેલા નારકીઓ પિતાના કર્મની બેઠેથી બંધાયેલા ઘણે કાળ મહા દુઃખથી આકુળ નરકમાં રહે છે. તેનું દષ્ટાંત કહે છે, કે જેમ માછલાં અગ્નિ ઉપર સેકાતાં તાપ સહન ન થાય તે પણ પરવશપણથી બીજે જવા અસમર્થ છે, તેમ આ નારકીઓ પણ પરવશ પણે દુઃખ ભેગવે છે. માછલાનું દષ્ટાંત અત્યંત દુઃખની તુલના કરવા માટે લીધું છે.