________________
192
સૂયગડાંગસૂત્ર.
વળી સુધમાંસ્વામી જબુસ્વામીને ઉદ્દેશીને વીર પ્રભુનાં વચને પ્રકટ કરે છે, કે હે જંબુ ! તમે સાંભળ્યું છે, કે ત્યાં લેહી તથા પાચ બંનેને પકવનારી કુંભી છે, ત્યાં બાળ તે ન સળગાવેલો અગ્નિ છે, તેને તાપ જેમાં છે, તેવી અતિશે તપેલી કુંભી છે, તે કુંભી વળી ઘણી મોટી છે, પુરૂષના પ્રમાણ જેટલી ઉંટડીના આકારવાળી ઉભી કરેલી છે, તે લેહી પાસે પૂર્ણ છે. તેથી અતિશે બળતી અને બીભત્સ દેખાવની છે. ર૪ તેમાં શું કરે છે તે કહે છે. पक्खिप्प तासु षययंति बाले, अट्ठस्सरे ते कलुणं रसंते। तण्हाइया ते तउतंबतत्तं, पजिजमाणाऽट्टतरं रसंति ॥सू.२५॥
ઉપર કહેલ અતિશે અગ્નિથી બળતી તથા લેહી પાચ તથા કાપેલાં અંગેના ગંદા દેખાવથી પૂર્ણ દુર્ગધવાળી કુંભમાં તે અનાથબાળ જેવા પિકાર પાડતા નારકેને કે છે. પછી તાપથી બળતાં રોતા રોતા તરસને શાંત કરવા પાણી પીવા માગે છે, તેમને પરમાધામી કહે છે કે તેને દારૂ બહુ વહાલું હતું, એમ યાદ કરાવી તપેલું તરવું પાય છે, તેથી તેઓ ઘણું રડે છે. अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुवसते सहस्से । चिट्ठति तत्था बहुकूरकम्मा, जहा कडं कम्म तहासि भारे
( ૨૬ છે.