________________
સૂયગડાંગસૂત્ર.
૧૨૧
છે, તેને છેદનારૂં શસ્ત્ર છરી લઈ આવ! એટલે તુંબડાને મોટું વિગેરે બનાવીએ ! તથા સુંદર નાળીયેર વિગેરેનાં ફળ કે તુંબડાં લઈ આવ! અથવા વાળ તે ધર્મકથારૂપ વ્યાખ્યાન અથવા વ્યાકરણ વિગેરેનું વાચાનું ફળ લાવ, અર્થાત્ આપણે વાપરવા વસ્ત્ર વિગેરે જોઈશે, તે ઉપદેશ આપીને કે ભણાવવાને ધંધો કરીને લઈ જાવ૪ दारुणि सागपागाए, पजोओ वा भविस्सती राओ ॥ पाताणि य मे रयावेहि, एहि ता मे पिट्ठओमद्दे ॥ सू. ५॥
તે પ્રમાણે જંગલમાંથી લાકડાં મગાવે કે શાક તે ટક્ક વસ્તુલ વિગેરે પાંદડાનું રાંધવામાં ખપ લાગે, કઈ પ્રતિમાં અન્નપાક શબ્દ છે, તે ભાત વિગેરે રાંધવા, અથવા રાત્રે અજવાળું કરવા કામ લાગશે, તથા પાતરાં વિગેરે રંગ, કે જેથી હું તારા જે સાધ્વીને વેષ પહેરીને ગોચરી લઈ આવું, અથવા મારા પગ અળતા વિગેરેથી રંગ, અથવા જલદી આવ, બીજું કામ છોડીને મારો વાંસો ચળ, મારું અંગ દુઃખે છે, તેથી દાબ, પછી બીજું કાર્ય કરજે. પા वत्थाणि य मे पडिलेहेहि, अन्नं पाणं च आहराहित्ति ॥ गंधं च रओहरणं च, कासवगं च मे समणुजाणाहि ॥सू.६॥
તથા મારાં કપડાં જીર્ણ થયાં છે, તે દેખીને બીજાં નવાં લાવી આપ, અથવા મારાં મેલાં લુગડાં ધબીને આપ, અથવા મારાં વસ્ત્રો વિગેરે ઉંદરો વિગેરે કરડી ખાય છે,