________________
૧૨૪
સૂયગડાંગસૂત્ર,
मुफणिं च सागपागाए, आमलगाई दगाहरणं च॥ तिलगकरणिमंजणसलागं, प्रिंसु मे विहूणयं विनाणेहि ॥१०॥
તથા શાખ વિગેરે બરાબર રંધાય, તથા છાશની કઢી વિગેરે ઉકળે તેવી સુફણી હાંડલી કે તપેલી કડાઈ લાવ, તથા સ્નાન માટે અથવા પિત્તની શાંતિકરવા આંમળાં લાવ, તથા પાણી લાવવા માટલાં ઘડે વિગેરે લાવ, તેમજ ઘી તેલ ભરવા અથવા ઘરમાં જોઈતાં બધાં વાસણ સામાન વિગેરે લાવ, તથા ચાંદલો કરવા દાંતની કે સેનેની સળી લાવ, કે જેના વડે ગેરંચંદન કે કંકુ વિગેરેથી તિલક કરું! અથવા ગોરેચનથી તિલક થાય તેથી તેનેજ તિલકકરણી કહે છે. અથવા જેના વડે તલ પીસાય તે તિલક કરણીય છે, સાવરક વિગેરે અંજન તથા સળી લાવ કે જેના વડે આંખે અંજાય, તથા ઉન્હાળામાં તાપ શાંત કરવા વીંજણે લાવી આપ! ૧૦ संडासगं च फणिहं च, सींहलिपासगं च आणाहि । आदंसगं च पयच्छाहि, दंतपक्खालणं पवेसाहि ॥ सू. ११॥
નામના વાળ ચુંટવા ચીપીઓ લાવ, તથા વાળ સરખા કરવા (ઓળવા) માટે કંકતક (કાંસકી) લાવ, તથા વીણાને સરખી કરવા ઉનનું કંકણ (સીહલી પાસગ) લાવ, મહું કે અંગ દેખવા આદર્શ (દર્પણ) લાવ તથા દાંત સાફ રાખવા દાતણ લાવ, મારી પાસે લાવીને મુક ૧૧ાા