________________
સૂયગડાંગસૂત્ર,
૧૪૧ દ્રવ્ય આશ્રયી શાલી વિગેરેનાં ખેતર જાણવાં, અને સ્વામીના આશયથી દેવદત્તનું કે યજ્ઞદત્તનું ક્ષેત્ર જાણવું.
અથવા ક્ષેત્રવિભક્તિ આર્ય અનાર્યના ભેદથી બે પ્રકારે છે. તેમાં પણ આર્યક્ષેત્ર ૨૫ દેશથી ઓળખાયેલ રાજગ્રહ મગધ વિગેરે છે. તે નીચે પ્રમાણે, रायगिह मगह चंपा अंगा तह तामलित्ति वंगा य॥ कंचणपुरं कलिंगा वाणारसी चेव कासीय ॥१॥ साकेय कोसला गयपुरं च कुरु सोरियं कुसट्टा य ॥ कपिल्लं पंचाला अहिछत्ता जंगला चेव ॥२॥ बारवई य सुरट्टा, मिहिल विदेहा य वच्छ कोसंबी ॥ नंदिपुरं संदिब्भा भदिलपुरमेव मलया य ॥३॥ - રાજગૃહ નગર મગધદેશમાં છે, તે પ્રમાણે અંગદેશમાં ચંપાનગરી છે, બંગાદેશમાં તામલિપ્તિ નગરી છે, કલિંગદેશમાં કંચનપુર અને કાશીદેશમાં બનારસી નગરી છે. કૈશલ દેશમાં સાકેત નગર છે. કુરૂદેશમાં ગજપુર (હસ્તિનાગપુર) છે. કુશાન્ત દેશમાં સૈરીપુર કપીલપુર પંચાળ દેશમાં અને જગલાદેશમાં અહિચ્છત્ર નગર છે. તથા સેરઠ દેશમાં દ્વારિકા નગરી છે. વિદેહદેશમાં મિથિલા નગરી છે, વત્સદેશમાં કૅસંબી નગર છે. સાંડિલ્યદેશમાં નંદીપુર છે. અને મલયદેશમાં ભક્િલપુર નગર છે. ..