________________
૧૪૮
સૂયગડાંગસૂત્ર.
ધાસીઓ તીવઅશાતા વેદનીયના ઉદયમાં અંગે પાંગથી છેદે, નિષ્ફટથી નીચે વજાભૂમિમાં ફેકે, તથા શૂળ વિગેરેથી વિધે, સે વિગેરેથી નાક વિગેરેમાં કાણાં પાડે, દેરડા વિગેરેથી કુકર્મ કરનારા નારકીના જીવને બાંધે, અને તેવીજ રીતે લાતેના મારથી મારે, આ પ્રમાણે ભયંકર દુઃખ શાતન પાતન ધન બંધન વિગેરેનું ઘણા પ્રકારે આપે છે. अंतगयफिप्फिसाणि य हिययं कालेज फुप्फुसे वक्के । सबला रतियाणे कडेति तहिं अपुन्नाणं ॥ नि. ७३ ॥
તથા સબળ નામના પરમાધામીઓ તેવા નારકીના પાપના ઉદયથી દુઃખ દેવામાં કીડા માનીને આ પ્રમાણે પીડે છે.
આંતરડાંમાં તથા ફેફસાંમાં રહેલા માંસના લેચાને તથા હૃદયને ચીરે છે, તથા તેમાં રહેલા કાળઝાના માંસને કાપે છે, તથા ફેફસ તે આંતરડાંમાં રહેલા ભાગને ખેંચે છે તથા વલ્કલ તે વને (વાઘર) ખેંચે છે. આ પ્રમાણે જુદા જુદા ઉપાયવડે નારકીના અનાથ જીને ઘેર વેદના આપે છે. असिसत्तिकोंततोमरसूल तिसूलेसु इचियगासु ॥ पोयंति रुद्दकम्मा उ णरगपाला तहिं रोद्दा ॥ नि.७४॥
તથા રદ્ર નામના નરકપાળે રદ્રકર્મ કરનારા તલવાર બરછી ભાલા વિગેરે ઝીણી ધારવાળા હથીઆર ઉપર અશુભ કર્મના ઉદયવાળા નાકીને પરાવે છે.