________________
૧૪૨
સૂયગડાંગસૂત્ર.
वइराड मच्छ वरणा अच्छा तह मित्तियावइ दसण्णा। मुत्तीमई य चेदी, वीयभय सिंधुसोवीरा ॥ ४ ॥ महुरा य सूरसेणा, पावा भंगी य मासपुरिवट्टा ॥ सावत्थी य कुणाला, कोडीवरिसं च लाढाय ॥५॥ सेयवियाविय णयरि केययअद्धं च आरियं भणियं ॥ जत्थुप्पत्ति जिणाणं चक्कीणं रामकिण्हाणं ॥६॥
વચ્છદેશમાં વૈરાટનગર છે, વરણદેશમાં અચ્છાનગરી છે, દશાર્ણદેશમાં મૃત્તિકાવતી નગરી તથા ચેદિક દેશમાં શુક્તિ મતી સિંધુ સિવીર દેશમાં વીતભય નગર છે. શૂરસેદેશમાં મથુરા પાપાદેશમાં ભંગનગર છે. પુરીદેશમાં માસા નગરી છે. કુણાલાદેશમાં સાવત્થી નગરી છે, અને લાટદેશમાં કેટવર્ષ નગર છે. - કૈકેયીના અડધાભાગમાં શ્વેતાંબિકાનગરી છે. આ ઉપર બતાવેલા ૨પા દેશ આર્યક્ષેત્ર છે, જ્યાં તીર્થકર ચક્રવર્તી બળદેવ વાસુદેવને જન્મ થાય છે.
અનાર્ય દેશનું વર્ણન ધર્મસંજ્ઞાથી રહિત અનાર્યક્ષેત્ર અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે છે.
सग जवण सबर बब्बर कायमुरुंडो दुगोणपक्कणया॥ अक्खागहूणरोमस, पारसखसखासिया चेव ॥१॥