________________
૧૨૬
સૂયગડાંગસુત્ર.
તથા માટીની કૂલડી (ઘટિકા) તથા ડિડિમ તે નગારું કે તેવું બીજું વાજીંત્ર તથા છોકરાને રમવાને કપડાને કંઈ (દડા)લઈ આવ, તથા ચોમાસું નજીક આવ્યું છે, માટે ઘર તૈયાર કરાવ તથા ખાવા માટે કમંદ વિગેરે અનાજ ભરી રાખે કે સુખેથી આવતા ચોમાસામાં રહીએ, જુઓ! તેજ શાસકારે કહ્યું છે.
मासैरष्टभिरहा च पूर्वेण वयसाऽयुषा ॥ तत्कर्त्तव्यं मनुष्येण, यस्यान्ते सुखमेधते ॥१॥
આઠ માસમાં ખુબ કમાઈ લેવું કે ચોમાસું સુખેથી નીકળે, તથા પહેલાંના દિવસમાં કે જુવાનીમાં કમાઈ લેવું કે મનુષ્ય સુખેથી અંતે રહી શકે છે ૧૪
आसंदियं च नवमुत्तं, पाउल्लाइ संकमहाए । अदु पुत्तदोहलहाए, आणप्पा हवंति दासा वा ॥सू.१५॥
આસદિય તે માંચી તે નવા સૂત્રની પાટીથી ભરેલી અથવા વાધરડાના ચામડાથી મઢેલી લાવ, તથા હાથનાં પગનાં મોજા લાવ અથવા ચાલવાને માટે ચાખડીઓ લાવ કારણકે હું ખુલ્લા પગે જમીન ઉપર પગલું પણ ચાલવા અસમર્થ છું, અથવા પુત્ર મારા ગર્ભમાં છે, તે વખતે તે ગના રક્ષણ પિષણ માટે સ્ત્રીના મનના મનોરથ પુરવા માટે પુરુષ સ્ત્રીઓના કહેવા પ્રમાણે પૈસાથી લીધેલા ગુલામ જેવા દાસની માફક વર્તનારા હોય છે. અર્થાત્ જેમ ગુલામે પાસે લાજ રાખ્યાવિના બધાં કાર્ય કરાવે છે, તેમ તે પુરૂષો