________________
સૂયગડાંગસૂત્ર.
૧૩૭
નામમાં “નરક વિભક્તિ છે, તે બે પદવાળું છે, તેથી નરક પદના નિક્ષેપ માટે નિર્યુક્તિકાર કહે છે.
परए छक्कं दई णिरया उ इहेव जे भवे असुभा ॥ खे तं णिरओगासो कालो णिरएमु चेव ठिती ॥ नि. ६४॥
નરક શબ્દના નામસ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમ છ પ્રકારે નિક્ષેપણ થાય છે, નામસ્થાપના સુગમ છે. દ્રવ્ય નરક આગમ ને આમથી છે, તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય, નાઆગમથી જ્ઞ શરીર ભવ્ય શરીર અને તે બેથી વ્યતિરિત છે, તે વ્યતિરિક્તમાં આ મનુષ્યભવમાંજ કે તિર્યંચના ભવમાં જે કંઈ અશુભ કર્મના કરવાથી અશુભ જે કાળકાકરિક વિગેરે છે. અથવા જે કઈ અશુભસ્થાને કેદખાનાં વિગેરે છે. અને જે નરક જેવી માર વિગેરેની પીડાઓ છે, તે બધા દ્રવ્યનરકે છે, એમ કહેવાય છે, અથવા કર્મ દ્રવ્ય, કર્મ દ્રવ્ય, ભેદથી દ્રવ્ય નરક બે પ્રકારે છે, તેમાં નરકમાં દવાયેગ્ય જે કર્મો બાંધ્યાં, તે એક ભવિક, બાંધેલા આયુવાળે, અભિમુખ નામવાળે, એમ ત્રણ ભેદવાળે દ્રવ્યનરક થાય છે, કર્મ દ્રવ્યનરક તે અહીંયાંજ જે અશુભ રૂ૫ રસ ગંધ વર્ણ પશ છે.
ક્ષેત્રનરક તે નરકને અવકાશ તે કાળ મહાકાળ ભૈરવ મહારૌરવ અપ્રતિષ્ઠાન વિગેરે ૮૪ લાખની સંખ્યાવાળો વિશિષ્ટ ભૂભાગ છે, તે જાણ.