________________
સૂયગડાંગસૂત્ર.
૧૨૩
कुटुं तगरं च अगरुं, संपिटुं सम्मं उसिरेणं ॥ तेल्लं मुहभिनाए, वेणुफलाई सन्निधानाए ॥ सु. ८॥
તથા કમળને કુષ્ઠ, અગર તગર લાવ, આ બંને સુગંધી દ્રવ્ય છે. આ કુઇ વિગેરે (ઉશીર તે) વીરણીનાં મૂળીયાં સાથે વાટવાથી જેમ સુગંધી થાય તેમ કર, તથા લેધર કેસર વિગેરેથી સુગંધવાળું તેલ બનાવ, તે મારે માથામાં લગાવવા કામ લાગે, તથા મેઢા ઉપર લગાડવા તથા ચેળવા માટે તેલ તૈયાર કર, અને તે બજારમાંથી લઈ આવ ! કે જે લગાડવાથી મારું મેઢે કાંતિવાળું થાય, તથા વેણુ રાખવા માટે કરડી કે પેટી લાવ, તથા મારાં વસ્ત્રો વિગેરે રાખવા સંનિધાન તે પટારે કે કળાટ કે ટૂંક લાવ, नंदीचुण्णगाई पाहराहि, छत्तीवाणहं च जाणाहि ॥ सत्थं च मूवच्छेजाए, आणीलं च वत्थयं रयावेहि ॥सू.९॥
ઘણું દ્રવ્ય ઔષધિઓ ભેગી કરવાથી આઠ (હેઠ)ને લગાડવાનું સુગંધી ચૂર્ણ તૈયાર થાય તે નંદી ચૂર્ણ કહેવાય છે. તે કઈપણ પ્રકારે લઈ આવ, તથા તડકે કે વરસાદના રક્ષણ માટે છતરી તથા પગરખાંની મને આજ્ઞા આપ, તેના વિના મને ચાલતું નથી, માટે લાવી આપ, તથા શાખ વિગેરે તૈયાર કરવા છરી કે દાતરડું લાવ, તથા પહેરવા માટે ગળી વિગેરેથી વસ્ત્ર રંગી આપ, કે જેથી છે ડું ઘણું કાળું થાય, અથવા રાતું કે બીજા રંગનું બની શકે.