________________
સૂયગડાંગસૂત્ર.
૧૧૮
ગુHભાગ છે તેવાને પણ મેં કુલશીળ મર્યાદા લાજ ધર્મ વિગેરેને છેડીને શરીર અર્પણ કર્યું, અને તે તે અકિચિકર (ગણતરી વિનાને) છે! આ પ્રમાણે કે પાયમાન થએલી સ્ત્રી તેને ધમકાવે છે, અને રીસાય છે, ત્યારે આ વિષયમાં મૂછિત થએલે તેને સંતોષવા ખાતરી આપવા તેના પગમાં પડે છે.
व्याभिन्नकेसरबृहच्छिरसश्च सिंहा, नागाश्च दानमदरानिकृशैः कपोलैः। मेधाविनश्च पुरुषाः समरे च शूराः, स्त्रोसन्निधौ परमकापुरुषा भवन्ति ॥१॥
કેસરા કુલાવીને મોટા માથાવાળા બનેલા સિંહ તથા દાન મદના પાણીથી જેના કપિલ (ગાલ) ઉપર પાતળી રેખાઓ પડેલી છે, તેવા હાથીઓ તથા બુદ્ધિવાન પુરુષે તથા યુદ્ધમાં સૂર પુરૂષે છે તેવા પણ સ્ત્રીના સહવાસમાં વધારે કાયર બને છે! તેથી વિષયમાં એકાંત પુરૂષને જાણીને તે સ્ત્રી તે ચારિત્રબ્રણ સાધુને પિતાના ડાબા પગને ઉંચકીને તેના માથામાં લાત મારે છે. આ પ્રમાણે વિડબના પામે છે. जइ केसियाणं मर भिक्खू, णो विहरे सह णमित्थीए। केसाणविह लुचिस्सं, नन्नत्य मए चरिजासि ॥ मू. ३॥