________________
સૂયગડાંગસૂત્ર.
૧૧૧
આવું જાણીને તે સ્ત્રીઓને સાધુ વિશ્વાસ ન કરે તેની માયા જાળમાં પિતે ન ફસે. આ સંબધે દત્તક શિકને દષ્ટાંત કહે છે.
વૈશિક નામની એક વેશ્યાએ તે દત્તકને અનેક પ્રકારે ઠગવા માંડે, તે પણ તેણે તે વેશ્યાને વાંછી નહિ. તેથી તે વેશ્યાએ કહ્યું, કે હવે મારે નિલગિણીને દૈભાગ્યથી કલંકિત થએલીને જીવીને શું પ્રજન છે? હે સાધ! તે મને ત્યાગી છે, માટે હું હવે અગ્નિમાં પ્રવેશ કરીશ. તેથી તે બે કે વૈશિક (વેશ્યા)માં આવું પણ માયાથી કરી બતાવે છે. તે પ્રમાણે તે વેશ્યાએ પૂર્વે સુરંગ ખોદાવેલી હતી તેમાં પેઠી, અને ઉપર અગ્નિ સળગાવી, અને સરંગમાં થઈને ઘેર ગઈ. દત્તકે વિચાર્યું કે આ પણ વેશ્યા કપટ છે, એમ બેલવા છતાં તે વેશ્યાના સાગ્રીત વૃત્તાએ તે દત્તકને અગ્નિમાં જીવતે ફેકી બાળી નાંખે, પણ ભવેભવમાં ભમાડનારી વેશ્યાને સંગ ન કર્યો, તેમ બીજાપણ ડાહ્યા માણસે તેને વિશ્વાસ ન કરે. ૨૪ जुबती समणं बूया, विचित्तलंकार वत्थगाणि परिहित्ता ॥ विरता चरिस्सहं रुक्खं, धम्ममाइक्ख णे भयंतारो॥सू.२५॥
યુવાન સ્ત્રી સાધુને ભેળવવા વિચિત્ર વસ અલંકારથી વિભૂષિતશરીરવાળી બનીને કપટથી સાધુ પાસે આવીને બોલે, કે હું ઘરના પાશાથી વિરક્ત થયેલી છું, મારે ધણી મને અનુકૂળ નથી, તેથી મને તે ગમતું નથી, અથવા તેણે