________________
૧૦
સૂયગડાંગસૂત્ર.
उन्भेउ अंगुली सो पुरिसो, सयलंमि जीवलोयंमि॥ कामंतएण नारी जेण न पत्ताई दुक्खाई ॥२॥
જેણે સ્ત્રીને ભેગવવા ઈચ્છતાં દુઃખ ન ભેગવ્યાં હોય, તે બધા જીવલેકમાં કેઈપણ પુરૂષ હોય તે પિતાની આંગળી ઉંચી કરે!
अह एयाणं पगई, सबस्स कति वेमणस्साई॥ तस्स ण करेंति णवरं, जस्स अलंचेव कामेहिं ॥ ३ ॥
સ્ત્રીઓની આ પ્રકૃતિ છે, કે તે બધા પુરૂષનું મન વિહળ (અસ્થિર) કરી નાંખે છે. ફક્ત જે કામદેવને છેતવા સમર્થ થયે છે, તેનું મન તે સ્ત્રીઓ ચંચળ કરવા સમર્થ નથી! વળી દુરાચારીઓ આગળ એમ સ્ત્રી કહે કે હવે પાપ નહીં કરીએ, તે પણ છાનાં કુકર્મ કરે છે, અથવા હિતેપદેશક ગુરૂઆગળ કહે કે હું પાપ નહિ કરું, તે પણ પાપ કરીને સ્ત્રી વડીલેને ઠગે છે. જે ૨૩ अन्नं मणेण चितेति, वाया अन्नं च कम्मुणा अन्नं ॥ तम्हा ण सद्दह भिक्खू, बहुमायाओ इथिओ णचा॥ सू.२४
હવે સૂત્રકાર તે સ્ત્રીને સ્વભાવ પ્રકટ કરવા કહે છે. પાતાળના ઉદર (તળીયા) જેવા ગંભીરમનવડે સ્ત્રીઓ અન્ય ચિંતવે છે. તથા અન્ય માણસના કાન ખુશ કરવા માત્ર પરિણામે ભયંકર એવી મીઠી વાણી સ્ત્રી બેસે છે. તથા વર્તનમાં અન્ય કરે છે. માટે સ્ત્રીઓ બહુ માયાવાળી છે.