________________
૧૧૬
સૂયગડાંગસૂત્ર- ચેથા અધ્યયનને બીજો ઉદેશો.
પહેલે ઉશે કહીને હવે બીજે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે.
ગયા ઉદ્દેશામાં કહ્યું કે સ્ત્રીના પરિચયથી ચારિત્રને ભંગ થાય છે, પછી તે કુશીલીયાની અહીંજ જે અવસ્થા થાય છે, અને તેને કર્મબંધ થાય છે, તે અહીં બતાવે છે, આવા સંબધે આવેલા આ ઉદેશાનું પ્રથમ સૂત્ર કહે છે.
ओए सयाण रज्जेज्जा, भोगकामी पुणो विरज्जेजा॥ भोगे समणाण मुणेह, जह भुंजति भिक्खुणो एगे॥ सू. १॥
આ સૂત્રને પ્રથમના સૂત્ર સાથે આ સંબંધ છે, કે વિષયપાશથી બંધાયેલ મોહ પામે છે, જેથી કેઈએક શગદ્વેષરહિત બનીને સ્ત્રીમાં રાગ ન કરે, અને પરંપર સૂત્ર સાથે આ સંબંધ છે કે સુંદર રૂપવાન સાધુને દેખીને કેઈ સ્ત્રી સાધુને સારાં ભેજનવિગેરે નીવારકલ્પ માફક આપવાના બહાને ઠગે, તેથી તેમાં એકલે પડને રાગી ન થાય, તે “ઓજ' નું
સ્વરૂપ બતાવે છે, તેમાં દ્રવ્ય ઓજ તે એક પરમાણુ છે, અને ભાવથી જ તે રાગદ્વેષ રહીત એકલે છે. હવે તે સ્ત્રીઓમાં રાગ કરવાથી આ લેકમાંજ હવે બતાવાતી નીતિ પ્રમાણે જાદી જુદી વિડંબના થાય છે. અને તે સંબંધી કર્મ બંધ થાય છે. અને તે ઉદયમાં આવતાં પરકમાં નારકી વિગેરેમાં જે તીવ્ર વેદના થાય છે, તે પ્રમાણે સમજી