________________
સૂયગડાંગસૂત્ર.
૫૫
મેક્ષ શાક્યપુત્ર ગૌતમબુદ્ધે દેખે છે. માટે મને આહાર વિહાર વિગેરે ચિત્તને શાંતિ આપનાર છે, તેથી સમાધિ થાય છે. અને સમાધિથી મુક્તિ થાય છે, માટે સિદ્ધ થયું કે સુખથી જ સુખ પ્રાપ્ત થાય છે, પણ કઈવખત પણ લેચાદિ કાયાના કષ્ટથી મે ન થાય, આવું મૂઢમતિવાળા કેટલાક શાક્ય વિગેરેએ માનીને મેક્ષના વિચારમાં સર્વ હેયધર્મથી દૂર રહેલ એવા આર્ય તે જૈને દ્રશાશન છે, તેના બતાવેલા મેક્ષમાર્ગને તેઓ ત્યજે છે, અને જ્ઞાન દર્શન ચારિત્રરૂપ પરમ સમાધિને તે અજ્ઞાને ત્યજે છે, અને સદા સ સારમાં ભમે છે. હવે જૈનાચાર્ય મધ્યસ્થ પુરૂષે માટે તેને ખુલાસે કરે છે. પ્રથમ તેઓએ કહ્યું કે કારણ રૂપે કાર્ય થાય છે, પણ એવું એકાંત નથી કે કારણ તેવું કાર્ય થાય જ. કારણ કે શીગડાંથી શર થાય છે, દાણથી વીંછી થાય છે. ગાયના લેમ (વાળ) તથા ઘેટાના વાળ વિગેરેથી દૂર્વા (ધ્રો) નું ઘાસ થાય છે, તથા મને જ્ઞઆહાર વિગેરે સુખના કારણપણે બતાવ્યાં, તેપણ વિચિકા (શૂળ) વિગેરે ઉત્પન્ન કરવાથી સમાધિને બદલે અસમાધિ ઉત્પન્ન કરવાથી તમારો હેતુ દોષવાળો છે. વળી વિષયનું સુખ દુઃખના પ્રતિકાર હેતુપણે હોવાથી સુખના આભાસ તરીકે છે, પણ તે ખરી રીતે સુખ જ નથી. તેજ કહ્યું છે.
दुःखात्मकेषु विषयेषु सुखाभिमानः, सौख्यात्मकेषु नियमादिषु दुःखबुद्धिः।