________________
૮૪
સૂયગડાંગસૂત્ર.
આ પરિચયમાં મુખ્યત્વે ધર્મના નામે વધારે અનાચાર થાય છે. વ્યાખ્યાન સિવાય સ્ત્રીવર્ગે સાધુને પ્રસંગ રાખવે, અથવા સાધ્વીએ ગમે ત્યારે સાધુના ઉપાશ્રયમાં જવું, અથવા સાધ્વીએ પુરૂષની પદામાં વ્યાખ્યાન કરવું, અને સાધ્વીના ઉપાશ્રયમાં સાધુ કે શ્રાવકે ગમે ત્યારે જવું, અથવા સાધુએ શ્રાવિકા પાસે ધર્મકાર્ય સારૂં પિસા કઢાવવા સ્ત્રીને પરિચય રાખવે, અથવા સાધ્વીએ શ્રાવક પાસે ધર્મમાં પૈસા ખરચાવવા પ્રયત્ન કરે, એકાંતમાં વિદ્યાભ્યાસ કરાવ, એ બધાં અનર્થનાં મૂળ જાણી ભવ્યાત્માએ આલેક પરલોકના હિત માટે સર્વથા બને ત્યાં સુધી ત્યજવા ગ્યા છે. તે કદાપિ ન ભૂલવું.
સ્ત્રી પુરૂષ બંનેને આમાં ઉપદેશ છતાં “ી પરિજ્ઞા શબ્દ વાપરવાનું કારણ પુરૂષને ઉત્તમ ધર્મ પ્રતિપાદન કરવા માટે છે. ( ધર્મમાં પુરૂષનું કાંઈ અંશે પ્રધાન પણ છે.) નહિતે પુરૂષપરિણા એ શબ્દ વપરા જોઈએ.
હવે સૂત્રાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર - ચારવું તે કહે છે. ગર્ભપાત કરાવા જતાં વખતે તે બાઈનું મોં કાળું પડી જાય છે, વખતે મોત પણ થાય છે, કેરટમાં દંડ થાય છે, અને બાળક જન્મતાં તેને જીવતું મુકી દે છે, અથવા મારીને મૂકી દે છે. તેથી વખતે જીદગીપર્યત કેદખાનામાં જવું પડે છે. આ બધાનું મૂળ કારણ ફક્ત એકજ છે કે સ્ત્રી અને પુરૂષને વધારે પરિચય છે.