________________
સૂયગડાંગસૂત્ર.
બૂઢાપામાં આ પ્રમાણે પસ્તાવો થાય છે, કે મેં મુ. કીઓ વડે ફક્ત આકાશને હર્યું, અને ફ્રેતરાને ખાંડયાં, તેવું મૂર્ખાઈનું કામ કર્યું છે, કારણ કે મેં મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને સારા પરમાર્થ માટે અનાદર કરી લક્ષ નથી આપ્યું તથા
विहवावलेवनडिएहिं, जाई कोरंति जावणमएंण वयपरिणामे सरियाई, ताई हिअए खुडुकंति ॥ २॥
સંસારી વિભવ (દ્ધિ)ના અહંકારથી જે જે અનાથરણું આચર્યો હોય, અને જુવાનીને મદથી સુકૃત ન કર્યો હેય, તે બધાં બૂઢાપામાં યાદ આવતાં હૃદયમાં ખટકે છે. ૧૪
जेहि काले परिकंतं, नपच्छा परितप्पए । ते धोराबंधणुम्मुका, नावकखंति जोविरं ॥ मू. १५ ॥
પણ જે ઉત્તમ સત્તપણે પ્રથમ વિચારીને તપ કરે છે, ચારિત્ર વિગેરે પાળે છે, તેઓને પછવાડે પસ્તાવે તે નથી, તે બતાવે છે.
જે પુણ્યાત્માઓ આત્મહિત કરનારા છે, તેમણે ધર્મ પ્રાપ્તિ કરવાના સમયે પરાકાન્ત તે ઇદ્રિ તથા કષાને પરાજય કરવા ઉદ્યમ કર્યો છે, તેઓ પછવાડે બૂઢાયામાં કે મરણ વખતે શેક કરતા નથી. (સૂત્રમાં બીજા પદમાં એક વચન માગધીને લીધે છે) વળી વિવેકી પુરૂષને ધર્મ પ્રાપ્તિને કાળ પ્રાયે સવદા છે. કારણકે તેજ પ્રધાન પુરૂષાર્થ છે. અને જે પ્રધાન છે, તેજ પ્રાયે કરવો ઉચિત છે. તેથી