________________
સૂયગડાંગસુત્ર.
વિચારે અને નિર્મળ સંયમ બ્રહ્મચર્ય પાળો) હવે જેઓ સ્ત્રીના પરિસહથી કંટાળેલ છે, તેનાં કડવાં ફળ બતાવે છે. एतेओघं तरिस्संति, समुदं वहवारिणो ॥ जत्थ पाणा विसन्नासि, किच्चंती सयकम्भुणा ॥सू.१०॥
ઉપર કહેલા જે મહાપુરૂષે છે, તેઓ સંસારસમુદ્રને તરશે. જેમ લવણસાગર જેવા સમુદ્રને વેપારીઓ સારા વહાણવડે તરે છે, તેમ ઉત્તમ સંયમરૂપ નાવવડે મુનિએ તરે છે, તર્યા છે, અને તરશે. હવે ભાવ એઘ જે સંસાર છે, તેમાં જે સ્ત્રીસંગના વિષયથી ખેદ પામી શ્રી સંગ કરી બીજા ને પીડે છે, તેઓ પોતાના પાપના કૃત્ય વડે અસાતવેદનીયથી તથા ભવભ્રમણથી સંસારમાં પીડાશે.
तं च भिक्खू परिण्णाय, मुन्वते समिते चरे॥ मुसावायं च वजिज्जा, अदिन्नादाणं च वोसिरे॥स.१९॥
ઉપર કહેલ વ્યાખ્યાનની પરિસમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે. ઉપર કહ્યું કે વેતરણ નદી માફકનારીઓ દસ્તર છે, તે જેમણે ત્યાગી છે, તેઓ સંસારમાં તરે છે. અને સ્ત્રીસંગીએ સંસારમાં રહેલા પિતાના કરેલા કૃત્યથી સં. સારમાંજ દુઃખ પામશે. આ બધું હદયમાં ભિક્ષુ ( સાધુ ) સમજીને હેય અને ઉપાદેયપણે વિવેકથી ઓળખી શેલન તેવાળ બની પાંચ સમિતિવડે સમિત થઈ વિચરે આથી મૂળઉત્તરગુણ ધારણ કરી સંયમ અનુષ્ઠાન કરે તથા