________________
૬૮
સૂયગડીંગસૂત્ર.
પણ વશમાં રાખે છે. માટેજ વૈતરણી નદી માફક નારીએના ફાંસા કે ફંદામાંથી છૂટવું મુશ્કેલ છે. ૧૬
जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठतो कता। सव्वमेयं निराकिच्चा, तेठिया सुसमाहिए ॥ सू. १७॥
પણ જે સ્ત્રીસંગનાં કડવાફળ જાણનારા ઉત્તમ પુરૂએ અંત સુધી કડવા વિપાકવાળા નારીને સંગે સર્વથા ત્યાગ્યા છે. અને તેની સાથે જ વસ્ત્ર અલંકાર માળા વિગેરે થી પિતાના શરીરની પૂજા તે કામવિકાર કરાવનારી વિભૂષા છે, તેને પણ પીઠ આપી (ત્યાગ્યા) છે, તથા સ્ત્રીને સંગ સંબંધી સર્વે કૃત્ય તથા ભૂખ તરસ વિગેરે પ્રતિકૂલ ઉપસર્ગોના સમૂહને સર્વથા છેડીને મહાપુરૂષે ( ઉત્તમ સાધુઓ) એ સેવેલા માર્ગે ચાલી નિર્મળ ચરિત્ર પાળે છે, તેઓજ ખરી રીતે સ્વસ્થ ચિત્તવૃત્તિરૂપ સમાધિવડે રહેલા છે. અને તેઓ જ અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો વડે ક્ષોભ પામતા નથી. પણ તેથી ઉલટા કુમાર્ગે ચાલનારા કુતકવડે નિર્દોષ બનીને વિષ સેવીને સ્ત્રી વિગેરેના પરિસહથી હારેલા અંગારા ઉપર પડેલા મીણ માફક રાગઅગ્નિએ બળતા અસમાધિએ રહે છે. (કુવાદીઓએ ભ્રસંગમાં નિર્દોજતા તથા સુખશાંતિ થવી જણાવ્યું પણ શાસ્ત્રકારે કહી બતાવ્યું કે તેમાં મહાપાપ કર્મબંધન જીવહિંસા અને અઢારે પાપ લાગવા ઉપરાંત સુખાભાસ અને રાગઅગ્નિથી સદાએ બળી અસમાધિની ઉપાધિ કર્મ લાગુ પડે છે તે