________________
સૂયગડાંગસૂત્ર.
૫૩ ભાવલિંગ સિવાય ફક્ત કાચું પાણી બીજ વિગેરે ખાવાથી જીના ઉપમર્દનથી જ કર્મ ક્ષય થયું છે. હવે ખેદ પામવાનું દષ્ટાંત બતાવે છે. જેમ ગધેડા ઉપરથી ભરેલ ભાર હલકે થતાં ચાલવાના માર્ગમાંજ આળોટે છે. આ પ્રમાણે ઢીલા સાધુઓ મહર્ષિઓનાં બહાનાં લઈ સંયમભારને મુકી શીતલવિહારી બની ક્રિયામાં પ્રમાદ કરે છે. હવે બીજું દષ્ટાંત કહે છે. પૃષ્ટ સપિ તે ગતિમાં થાકેલા આગ વિગેરેને ભય આવતાં ચપળ લેશનવાળા બની નાસેલા માણસની પછવાડે નાસે છે, પણ આગળ આવતા નથી, ઉલટું વધારે મુંઝાવાથી બેભાન બની ત્યાં આગમાં સપડાઈ મરણ પામે છે, તે જ પ્રમાણે દીક્ષા લઈ ઉપરના તાપસનાં બહાનાં કાઢી શીતલવિહારી બની ચારિત્ર અનુષ્ઠાનમાં પ્રમાદ કરી મેક્ષમાર્ગે જવા નીકળવા છતાં પણ તેઓ મેક્ષમાં ન પહોંચતાં સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરતા રહેશે. इहमेगे उ भासंति, सासातेण विजती।
તાગારમાં, ઘરઘંઉ સાહિર () સૂ. ૬ .
હવે અન્યમતનું નિરાકરણ કરવા તેને પૂર્વ પક્ષ કહે છે. ઈહ તે મોક્ષગમનના વિચારના પ્રસ્તાવમાં શાક્ય વિગેરે અથવા લેચ વિગેરેથી કંટાળેલા જૈન સાધુઓ (ત શબ્દથી જાણવું કે કાચું પાણી ઉપયોગમાં લેવાથી આ વિશેષ છે કે) તે આવું બોલે છે. (કઈ પ્રતિમાં માને છે એ પાઠ છે) કે સુખથીજ સુખ મળે, કહ્યું છે કે