________________
સૂયગડાંગસૂત્ર.
- एतेपुव्वं महापुरिसा, आहिता इह संमता। भोच्चा बीओदगंसिद्धा, इति मेयमणुस्सुअं ॥ सू. ४॥
આ પ્રમાણે ઉપર બતાવેલા મહષઓ પૂર્વિકાલ તે નેતા દ્વાપર વિગેરે કાળમાં મહાપુરૂષ તરીકે જાણીતા છે, તથા રાજર્ષિ તરીકે પ્રસિદ્ધ થએલા છે, તથા આપણા જૈન મતમાં પણ ત્રાષિભાષિત વિગેરે ગ્રંથમાં કેટલાક ષિઓ સંમત (મનાએલા) છે. આ પ્રમાણે જૈનેતર કે જેનના ઢીલા સાધુઓ બેલે છે, કે આ બધાએ મહર્ષિએ કાચું પાણી બીજ ફળ ફળાદિ ખાઈને મેક્ષમાં ગયા છે. આવું અમે ભારત વિગેરે પુરાણમાં સાંભળ્યું છે. જે ૪ હવે તેને ઉપસંહાર કરે છે. तत्थमंदा विसोयंति, वाहच्छिन्ना व गद्दभा। पिट्ठतो परिसप्पंति, पिट्ठसप्पी य संभमे ॥ मू. ५ ॥
આ પ્રમાણે કુવચનનાં ઉપસર્ગમાં ફસતાં ઢીલા સાધુઓ મંદબુદ્ધિથી મેશગમનમાં ઉપર બતાવેલા જુદા જુદા ઉપાયે મનમાં ધારીને સંયમ અનુષ્ઠાનમાં કંટાળે છે. પણ તે મંદબુદ્ધિવાળા આ પ્રમાણે વિચારતા નથી, કે તેઓનું સિદ્ધિગમન કેઈ નિમિત્તથી થયું છે, કે જાતિસ્મરણ જ્ઞાન થવાથી કે તેવા બીજા ઉપાયથી ખાતરી થતાં સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર મેળવીને વલકલ ચીરી માફક મેક્ષમાં ગયા છે. પણ એમ નથી કે સર્વ વિરતિના પરિણામરૂપ