________________
સૂયગડાંગસૂત્ર.
અહીંપણ દર્ભ આપીને રાગદ્વેષ ક્યવિના પુત્ર વિગેરે માટે સ્ત્રીસંબંધ કરતાં કપિંજલ માફક તેને દેષ નથી, હવે આ પ્રમાણે તે વાદીઓએ ગુમડું દાબવા માફક સ્ત્રીને પરિગ બતાવ્યો, તથા એડક (ઘેટા) ને પાણી પીવા માફક પરને પીડા કર્યા વિના પિતાના આત્માને સંતોષ કરવા સમાન મિથુન થાય તે વિચાર કરનારા તથા કપિ, જલ જમીનઉપર પગ મુક્યા વિના આકાશમાં રહીને તળાવના પાણીને અડકયા વિના આકાશમાંથી જ વરસાદના પાણીનાં ટીપાં પીએ તેમ રાગદ્વેષ કર્યા વિના દર્ભ વિગેરે ઉતારીને સ્ત્રીના અંગને સ્પર્શ કર્યા વિના પુત્રના માટે, પણ કામવિલાસ માટે નહિ, એ તુકાળ આવ્યા પછી શાસ્ત્રોક્ત વિધિએ સ્ત્રીસંગ કરતાં પણ દેષ લાગતું નથી, તથા કહે છે કે,
धर्मार्थ पुत्रकामस्य, स्वदारेष्वधिकारिणः । ऋतुकाले विधानेन, दोषस्तत्र नविद्यते ॥१॥
ધર્મ માટે પુત્રની ઉત્પત્તિ કરવા પિતાની સ્ત્રીમાં અને ધિકારી તેના પતિને તુકાળે શાસ્ત્રોક્ત વિધિએ સંગ કરતાં તેને દેષ નથી. આ પ્રમાણે મધ્યસ્થ (ઉદાસીન) પણે કામ કરતાં દોષ નથી. આ પ્રમાણે પાસસ્થા કે મિથ્યાષ્ટિ અના સ્ત્રી સંગના અભિલાષી બની કુકમ કરી નિર્દોષ બને છે. તેને ઉત્તર નિયુક્તિકાર ત્રણ માથામાં આપે છે. (સૂત્રને બાકીને વિષય આગળ આવશે.)