________________
સૂયગડાંગસૂત્ર
उत्कोर्णवर्णपदपंक्तिरिवान्यरुपा, सारुप्यमेति विपरीतगतिप्रयोगात् ॥ १॥
દુઃખરૂપ વિષયમાં સુખનું અભિમાન થાય છે, તથા સુખરૂપ વ્રત નિયામાં દુઃખની બુદ્ધિ થાય છે, તે જેમ છાપવા માટે કરેલા અક્ષરની પંક્તિ અવળી દેખાય છે, તેમ વિપરીત ગતિના પ્રગથી જુદારૂપે ભાસે છે, પણ ખરી રીતે વિષયે સુખદાયી નથી, માટે પરમાનંદરૂપ અત્યંત એકાંત મેક્ષનું કારણ વિષયસુખ થાય, અને લેચ કરે, જમીનમાં સુવું, ભીખ માગવા જવું, પારકાની નિંદા અપમાન સહેવાં, ભુખ તરસ ડાંસ મચ્છર વિગેરે દુઃખના કારણપણે તમે બતાવ્યાં, તે અત્યંત અલ્પસ જેમને પરમાર્થની દષ્ટિ નથી તેમને દુઃખ લાગે છે, પણ જેઓ મહાપુરૂષ છે, અને પિતાના સ્વાર્થ માટે પ્રવેલા છે, તથા પરમાર્થની ચિંતામાં એક તાનવાળા છે, તેવાઓને ઉપર બતાવેલાં દુખે મહા સત્યપણે સુખને માટેજ થાય છે. તેજ કહ્યું છે.
तणसंथारनिविण्णोवि मुनिबरो भट्टरागमयमोहो । जं पावइ मुत्तिसुई, कत्तो तं चक्वटोवि ? ॥१॥
ઘાસના સંથારે બેઠેલો રાગ મદ મોહને નાશ કરનાર મુનિવર જે મુક્તિ ( ત્યાગવૃત્તિ) નું સુખ પામે, તેવું ચકવર્તી પણ ક્યાંથી પામે ?