________________
સૂયગડાંગસૂત્ર.
૪૧
તેને આગ્રહ કરો છો તેથી તમે રાગી છે, અને અમારે માર્ગ કલંકરહિત છતાં તેને નિંદે છે, તેથી તમને દ્વેષ છે, માટે તમે રાગ દ્વેષરૂપ બંને પક્ષને સેવે છે. તે આ પ્રમાણે બીજ પાણી તથા ઉદિષ્ટ ભેજન ખાવાથી ગૃહસ્થ જેવા છતાં વેષ ધારીને સાધુ કહેવાઓ છે. તે આગળ કહેશે. અથવા તમારું અસત્ અનુષ્ઠાન છે, અને સત્ય અનુષ્ઠાન કરનારની નિંદા કરે છે. ૧૧
तुब्भे भुंजह पारसु, गिलाणो अभिहडंमि या । तं च बीओदगं भोचा, तमुहिस्सादि जं कडं ॥ मू. १२॥
હવે આજીવિક વિગેરેને અસદાચાર બતાવે છે. કે તમે અપરિગ્રહી કહેવાઈ નિષ્કિચન બની પાછા ગૃહસ્થના કાંસા વિગેરેના વાસણમાં ખાઓ છે, તેથી તમને અવશ્ય પરિગ્રહ થશે. તથા અમુક આહાર ખાઈશું, એવી મૂછ કરે છે, તેથી તમારી નિષ્કિચનપણાની પ્રતિજ્ઞા નિર્દોષ કેવી રીતે છે? વળી માંદાને ભિક્ષા લેવા જતાં શક્તિ નહાવાથી બીજા ગૃહસ્થ પાસે મંગાવી ખવડાવતાં સાધુના લાવવા સિવાય ગૃહસ્થે લાવતાં દેશને સદ્ભાવ છે. તે તમને અવશ્ય લાગશે, તે બતાવે છે. ગૃહસ્થોએ બીજ કાચું પાણી વિગેરે ઉપમર્દન કરીને માંદાને ઉદ્દેશીને જે આહાર બનાવ્યા છે, તેનું વધેલું તમારે માટે જરૂર શેષ રહેશે, માટે આ પ્રમાણે ગૃહસ્થના ઘરમાં તેના વાસણમાં ખાતાં તથા માંદાની ચાકરી ગૂડ પાસે કરાવતાં તમે બીજ પાણી વિગેરેના