________________
૨૮
સૂયગડાંગસુત્ર.
તે મંત્રી પુરોહિત વિગેરે છે, તથા બ્રાહ્મણ કે ક્ષત્રિએ તે ઈશવાકુવંશમાં જન્મેલા વિગેરે છે, તે બધાએ શબ્દાદિ વિષયની ભિક્ષુને નિમંત્રણ કરે છે, તે ભિક્ષુનું સાધુ આચારમાં જીવન છે, તેવાને જેમ બ્રહ્મદત્ત ચકવતી જેવા એ પિતાના પૂર્વ ભવના ચિત્ર સાધુ ભાઈને ઓળખીને સાધુજીવનથી ભ્રષ્ટ થઈ ગૃહસ્થ થવા જુદા જુદા ભગવડે લલચાવ્યું હતું, તેમ બીજા પણું ગૃહસ્થ બીજા સાધુને વિષયસુખેથી લલચાવે, એટલે સગપણ કે મિત્રતાને સંબંધ બતાવી વૈવનરૂપ વિગેરે ગુણેથી યુક્ત સાધુને વિષયસુખે આપવા ચાહે (જેમ વજી સ્વામીને રૂકમણિના પિતાએ કન્યા તથા અનર્ગલ ધન આપવા ઇચ્છા જણાવી હતી)ના તે બતાવે છે. हत्यऽस्सरहजाणेहि, विहारगमणेहि य । भुंज भोगे इमे सग्घे, महरिसी ! पूजयामु तं ॥ १६ ॥
રાજા હોય તે હાથી ઘેડા રથ પાલખી ગાડી વિગેરે યાનથી તથા કીડા કરવાગ્ય વિહાર (ફરવાનાં) સ્થાન ઉદ્યાન વિગેરેથી લલચાવે, (ચ શબ્દથી) તથા તે પ્રમાણે ઇદ્રિને અનુકુળ વિષયેથી નિમંત્રણ કરે, આ અમારાં અર્પણ કરેલાં સુંદર વાજાના શબ્દો સ્ત્રીનાં ગાયને સાંભળો, તથા હે સાધુ! અમે જંગમાં ઉત્તમ ગણાતી આવી વસ્તુ એ આપીને તમારે સત્કાર કરીએ છીએ!