________________
સૂયગડાંગસૂત્ર
વિગેરે જીવન ઉપાય પણે વિચારે છે.
પ્ર–કેવા બનીને ?
ઉ૦-વિચિકિત્સા તે શકિત ચિત્તવાળા થાય છે, કે આ લીધેલા સંયમને પાળવા હું સમથ છું કે નહિ? એવી શકા લાવે છે. તે જ કહ્યું છે.
लुक्खमणु ण्हमणिय यं कालाइक्तभोयणं विरसं । भूमीसयण लोओ, असिणाणं बंभचेरं च ॥१॥
તે બીકણ સાધુ વિચારે છે, કે લૂખું ઠડું અનિયમિત મે વહેલું વિરસ ભેજન આખી જીંદગી સુધી રોજ ખાવાનું છે, જમીનમાં સુવાનું છે, લેચ કરવાને છે, નહાવાનું બનશે નહિ, અને બ્રહ્મચર્ય પાળવાનું છે, આ બધાં કષ્ટો ચારિત્રમાં છે, તેથી સંયમ કેવી રીતે મળશે? આવી રીતે શકામાં પડે છે. જેમ માર્ગને અકેવિદ (અંજાયે) માણસ વિચારમાં પડે છે કે આ રસ્તે આપણું ઈચ્છિત ગામે જાય છે કે નહિ; એવી શંકામાં પડે છે, તેમ આ બીકણ સાધુઓ મનમાં ડરે છે કે સંયમ વખતે ન પળે તે શું કરશે? તેથી તે બિચારા નિમિત્ત ગણિતાદિક આજીવિકા માટે શીખી રાખે છે. પા
जेउ संगाम कालंमि, नाया सूर पुरंगमा। णोते पिठमुवेहिति, किं परं मरणं सिया ॥ सू. ६ ॥
હવે મહાપુરૂષનું વર્તન બતાવે છે. પણ જે મહા સત્વવાળા છે, તેઓ શત્રુ સાથે લડતાં પ્રખ્યાત થએલા છે,