________________
૩૪
સૂયગડાંગસૂત્ર.
અદઢમતિવાળા અલ્પસત્ત્વવાળા આત્માને આખી જીંદગી સુધી સંયમભાર વહન કરવાને અસમર્થ જાણી ન આવેલા ભવિષ્યના ભયને વિચારે છે, કે હું નિકિંચન છું, મારે વૃદ્ધાવસ્થામાં મંદવાડ વિગેરેમાં કે દુકાળમાં શું આધાર છે? એ પ્રમાણે આજીવિકાને ભય વિચારીને માની લે છે, કે આ વ્યાકરણ ગણિત જોતીષ વૈદ્યક હોરાશાસ્ત્ર અથવા મંત્ર વિગેરે શાસ્ત્ર શીખીશ, તે તે શીખેલું ખરાબ વખતમાં મારા રક્ષણને માટે થશે. ૩તેઓ આ પ્રમાણે કલ્પના કરે છે.
कोजाणइ विऊवातं, इत्थीओउदगाउ वा । चोइजता पवक्खामो, ण णो अत्थि पकप्पियं ।।सु.४।।
અલ્પસત્વવાળા પ્રાણીઓ છે, અને વિચિત્ર પ્રાણુઓની ગતિ છે. પ્રમાદનાં ઘણાં સ્થાને વર્તે છે, તેથી કેણુ જાણે છે, કે સંયમ જીવિતથી ભ્રંશ થશે? કે કેઈ એ વિઘ કરવાથી મારે ભ્રશ થશે? સ્ત્રીના કારણે અથવા સ્નાન માટે કાચા પાણીની જરૂર પડતાં સંયમથી હું ભ્રષ્ટ થઈશ. આવા વિકલ્પ તે વરાક (રાંકડા) સાધુઓ કરે છે. આપણી પાસે પૂર્વે દ્રવ્ય મેળવેલું જરાપણ નથી, કે તે વૃદ્ધવસ્થામાં કે પતિત અવસ્થામાં કામ લાગશે? એથી જીદગી નિર્વાહ કરવાને ધન મેળવવા કેઈએ પૂછતાં હાથીની શિક્ષા ધનુર્વેદ વિગેરેનું જ્ઞાન કુટિલ વિંટલ ( ) વિગેરે સંસારી લાભની વાત કહીશું. આ પ્રમાણે તે હીણ પુણીયા વિચારીને વ્યાકરણ વિગેરે ભણવા ભણાવવામાં