________________
સૂયગડાંગસૂત્ર.
૩૧
ગાડાને ખેંચતાં દૂબળા બળધીયા ખેદ પામીને ગરદન નીચી કરીને બેસી જાય છે, પણ તે ગાડાને ખેંચતા નથી, તેમ આ ભાવથી મંદ થએલા પાંચ મહાવ્રત ભારને પ્રથમ ધારણ કરી કઠણ સમય આવતાં તેને પાળવા અશક્ત બનીને ઉપર બતાવેલા ભાવ આવર્તાવડે ઢીલા બનીને ખેદ પામે છે. જેમા
अचयंता व लूहेणं, उवहाणेण तजिया। तत्थ मंदा विसीयंति, उज्जाणंसि जरग्गवा ॥ सू. २१॥
રૂક્ષ તે લુખો સંયમ છે, તેને આત્માથી પાળવા અશક્ત બને છે, તથા ઉપધાન તે અનશન વિગેરે બાહ્ય અભ્યતર તપવડે હારેલા થતાં તે સંયમમાં મંદ બનીને ખેદ પામે છે, જેમ ઉંચાણમાં ચડતાં બૂઢે ગળતીયે બળધીયે ખેદ પામે છે. ટેકરે ચડતાં જ્યારે જુવાન બળધીયે ખેદ પામે છે, ત્યારે બૂઢાનું તે શું પૂછવું?
આ પ્રમાણે આવર્ત વિના પણ ધૈર્યવાળા બળવાન સાધુ જે વિવેકી હોય તેને પણ ઢીલા થવાનો સંભવ છે, તો આ વડે ઉપસર્ગો આવતાં મંદનું તે શું કહેવું ? છે ૨૧ હવે બધાને ઉપસંહાર કરે છે.
एवं निमंतणं लद्धं, मुच्छिया गिद्ध इत्थीम् । अज्झोववन्ना कामेहि, चोइज्जता गया गिहं ॥ सू.२२ ।।
तिबेमि॥ इति उत्सग्गपरिणाए बितिओ उद्देसो समत्तो | ર-૨ . (માથા ૦ ૨૨૩