________________
સૂયગડાંગસૂત્ર.
૧૭
સ્ત્રીસંગથી વિમુખ રહેવાથી ગભરાઈ જાય છે. એટલે કાંતે લોચથી કે પુરી જુવાનીમાં કામાગ્નિથી બળતાં બ્રહ્મચર્ય પાળવામાં કેટલાક ખેદ પામે છે, અને સંયમ અનુષ્ઠાનમાં શિથીલ થાય છે, અથવા સંયમને મુકી દે છે. જેમ જાળમાં પકડાયેલાં માછલાં જીવિતથી મુકાય છે, તેમ તે રાંકડા સાધુ બધાને પડનાર કામથી હારીને સંયમ જીવિતથી ભ્રષ્ટ થાય છે.
आयदंडसमायारे, मिच्छासंठियभावणा ।। हरिसप्पओसमावन्ना, केई लूसंतिऽनारिया ॥१४॥
વળી આત્મા જેના વડે દંડાય, અર્થાત્ હિતથી ભષ્ટ થાય, તે આત્મદંડ છે, તે આત્મદંડજ જે અનાર્યોના અનુ. કાન છે, તથા મિથ્યા તે વિપરીત આગ્રહમાં આરૂઢ છે, અને અંતઃકરણની ભાવના પણ તેવી હેવાથી કદાગ્રહી છે. અર્થાત્ જેમનાં વિવેક ચધુ મિથ્યાત્વથી હણાઈ ગયેલાં છે. તથા હર્ષદ્વેષથી યુક્ત એટલે રાગદ્વેષથી આકુળ છે, તે એવા હોવાથી અનાર્યો છે, તેઓ સદાચારી સાધુને કીડાથી કે શ્રેષથી ફર કર્મ કરીને એટલે દંડા વિગેરેથી મારે છે, અથવા કડવાં વચન કહીને સંતાપ છે, તેજ બતાવે છે.
अप्पंगे पलियंते सिं, चारो चोरोत्ति सुव्वयं ॥ वंधंति भिक्खुयं वाला, कसायवयणेहि य ॥ सू० १५ ॥ પૂર્વે કહેલા સના આત્માનું અહિત કરનારા મિ