________________
સૂયગડાંગસૂત્ર,
૧૧
ગબ્બરૂતુમાં પાણી સુકાઈ જતાં માછલાં તાપથી તરફડે છે, તેમ અપસવવાળા સાધુઓ ચારિત્ર લઈને પરસેવાના મેલથી ભીંજાય ગંધાતા શરીરથી અને બહાર વધારે તાપ પડતે હેવાથી કંટાળીને જલથી ભરેલા શીતળ આશ્રયે તથા ઠંડા પાણીના છટકાવવાળા સ્થાનને તથા ચંદનના લેપ વિગેરે જે તાપમાં શાંતિ આપે તેવી વસ્તુઓને યાદ કરે છે, અને સાધુધર્મમાં તે ન લેવાય તેથી વ્યાકુલચિત્ત વાળા બનીને સંયમ અનુષ્ઠાનમાં ખેદ પામે છે. હવે યાચના પરિસહ બતાવે છે.
सदा दत्तेसणा दुख्खा, जायणा दुप्पणोल्लिया ॥ कम्मता दुब्भगा चेव, इच्चाहंसु पुढोजणा ॥ मू० ६॥
ઉત્પાદ વિગેરે ૪૨ દોષરહિત આહાર વિગેરે લેવાં, તથા આખી જીંદગી સુધી પારકાનું આપેલું લેવું, તેથી ક્ષુધા (ભૂખ) વિગેરેની પીડાથી પીડાયલો છે, વળી પારકા પાસે રેજ યાચવું તે માગવાને પરિસહ અલ્પસવવાળા છથી દુઃખે સહાય છે, તે કહે છે.
खिजइ मुहलावण्णं, वाया घोलेइ कंठमझमि ।। कहकहकहेइ हियय, देहिति परं भणंतस्स ॥१॥
માગવા જતાં બીજાને કહેવું પડે કે હે ભાઈ બાઈ ! આપ, આમ બોલતાં લજજાથી મુખનું લાવણ્ય ક્ષય પામે છે, બેલતાં જીભ કંઠમાં લથડે છે, હૃદય કંપથી થરથરે છે.