________________
૧૧ મધ્યસ્થ –વિપરીત વૃત્તિવાલા પ્રાણીઓની કમની ગહનગતિને વિચાર કરી તેના
ઉપર દ્વેષ નહિ કરનારે હેય. ૧૨ ગુણાનુરાગી--સર્વ જી હા ઘણા અવગુણથી ભરેલા તે હોય છે માટે જ્યાં
ગુણે દેખાય તેને જ ગ્રહણ કરવા તત્પર રહેનાર, નિર્ગુણ ઉપર ઉપેક્ષા ભાવ
રાખનારો હોય. ૧૩ સત્કથ--વિકથાઓને છેડી ધર્મ કથાને જ કરનાર હોય. ૧૪ સુપક્ષયુકત--સુશીલ અને અનુકુલ પરિવારવા હાય. ૧૫ સુદીર્ઘદશી–લાભાલાભનો વિચાર કરીને કાર્ય કરનારે હેય, આંખ મીચીને
ભુસકો મારનારો ન હોય. ૧૬ વિશેષજ્ઞ--ગુણને, દેશને, ધર્મ, અધર્મને સારી પેઠે સમજનારે હોય
વૃદ્ધાનુ.--જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ અને ચારિત્ર વૃદ્ધ આત્માઓને સેવક હોય, તેમની
આજ્ઞાને અનુસરનારે હોય. છુટ વિનીત--આપણાથી અધિક ગુણવાલાની ઉચિત સેવા, વિનય, વિવેક અને
મર્યાદા સાચવનારો હેય ૧૯ કૃતજ્ઞ-કેઇએ આપણા ઉપર સહેજ પણ ઉપકાર કર્યો હોય તેને મોટા રૂપમાં
બતાવો અને તે ઉપકારને કદી ભુલ નહિ, બની શકે તે બદલે વાળવા
પ્રયત્ન કરશે, પરંતુ અપકાર કરવાની નીચે હદે તે જવું જ નહિ. ૨૦ પરહિતકારી–બદલાની જરા પણ આશા રાખ્યા વિના ગમે તેનું પ્રસંગ આવે
હિત-ભલું કરવામાં તત્પર હોય. ૨૧ લધલક્ષ્ય-દરેક પ્રકારના ધમ કૃત્યમાં સુશિક્ષિત હય, જે કાંઈ ધર્મ ક્રિયા
કરે તે ધ્યેય બિન્દુને લક્ષ્યમાં રાખીને કરે, ઇંગિત આકારથી અન્યના માનસિક ભાવને જાણવા વાલા હાય.
આ સામાન્ય વિશેષ ધર્મયુક્ત શ્રાવક છે તે સમજવા શાસ્ત્રમાં ભાવશ્રાવકનાં ૧૭ લક્ષણ અને ૬ લિંગ બતાવ્યાં છે તે આ પ્રમાણે છે.
૧૭ લક્ષણ ૧ સ્ત્રી. ૨ ઇંદ્રિય ૩ અર્થ–પૈસે ૪ સંસાર ૫ વિષય ૬ આરંભ ૭ ઘર ૮ દર્શન ૯ ગાડરીય પ્રવાહ આ સર્વના અનર્થથી દૂર રહે. તેમજ ૧૦ આગમ પુર સર પ્રવૃત્તિ ૧૧ યથાશક્તિ દાનાદિ પ્રવૃત્તિ ૧૨ વિધિ. ૧૩ અરાગી અઢેલી. ૧૪ મધ્યસ્થ ૧૫ અનાસક્ત ૧૬ પરાર્થ કામોપભેગી અને ૧૭ વેશ્યાવત ઘરવાસ પાળનાર હોય.
ભાવશ્રાવકનાં છલિંગ ૧ કૃતવ્રતકર્મ, ૨ શીયળવાન, ૩ ગુણવાન, ૪ જુવ્યવહારવાળો ૫ ગુરૂશુશ્રષાવાળા અને ૬ પ્રવચન કુશળ હાય.
આ સત્તર લક્ષણ અને છલિંગ જેનામાં દેખાય તે ભાવશ્રાવક છે તેમ સમજાય છે.