________________
૧૯૪
[ શ્રાદ્ધવિધિ
=
=
=
=
=
समाणे तस्स दरिदस्स अंतिअं हन्धमागच्छिम्जा। तएणं से दरिद्दे तस्स भट्टिस्स सम्बस्स मवि दलमाणे तेणावि तस्त दुप्पडियारं भवह ? अहेणं से तं भट्टि केवलिपन्नत्ते धम्मे आधवहत्ता जाव ठावात्ता भवइ, तेणामेव तस्स भट्टिस्स सुप्पडियारं भवइ ॥२॥
કઈ મહાન ધનવાન પુરૂષ એકાદ દરિદ્રી માણસને ધન વગેરે આપીને સારી અવસ્થામાં લાવે, અને સારી અવસ્થામાં આવે તે માણસ સારી અવસ્થામાં આવ્યો તે વખતની પેઠે તે પછી પણ ઘણી ભોગ્ય વસ્તુના સંગ્રહને ભોગવનારે રહે, પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરૂષ કઈ વખતે પોતે દરિદ્રી થઈ પૂર્વે જે દરિદ્રી હતા તે માણસની પાસે શીધ્ર આવે ત્યારે તે માણસ પોતાના તે ધણુને જ સર્વસ્વ આપે, તે પણ તેનાથી તે ધણીના ઉપકારને બદલો વાળી શકાય નહી, પરંતુ જે તે માણસ પોતાના ધણીને કેવલિ ભાષિતધર્મ કહી, સમજાવી અને અંતભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય, તેજ તેનાથી પિતાના ધણીના ઉપકારનો બદલો વાળી શકાય. ધર્માચાર્યોને બદલે ક્યારે વળે તે જણાવે છે.
केइ तहारूयस्स समणस्स वा माहणस्स वा अंतिए एगमधि आरिअं धम्मि सुवयणं सुच्चा निसम्म कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोगेसु देवत्ताए उववण्णे ।। तएण सा देवे तं धम्मायरियं दुभिक्खाओ वा देसाओ सुभिक्खं देस साहरिज्जा । कंताराओ निक्कंतारं करिज्जा । दीहकालिएणं वा रोगायंकेण अभिमूअं विमोइज्जा । तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं भवा? अहेण से तं धम्मायरिअं केवलिपन्नत्ताओ धम्माओ भटुं समाणं भुज्जो केवलिपनत्ते धम्मे आघवइत्ता जाव ठावइत्ता भवइ तेणामेव तस्स धम्मायरियस्ल सुप्पडियारं भवह ॥३॥
કોઈ પુરૂષ સિદ્ધાંતમાં કહેલા લક્ષણવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જે ધર્મ સંબંધી ઉત્તમ એકજ વચન સાંભળી મનમાં તેને બરાબર વિચાર કરી મરણને સમય આવે મરણ પામી કઈ દેવલોકને વિષે દેવતાપણે પેદા થાય. પછી તે દેવતા પિતાના તે ધર્માચાર્યને જે દુર્મિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઉતારે અથવા કોઈ દીર્ધકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તો પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલે વાળી ન શકાય, પણ જે તે પુરૂષ કેવલિ ભાષિતધર્મથી ભ્રષ્ટ થએલા પિતાના ધર્માચાર્યને કેવલિભાષિતધર્મ કહી, સમજાવી અંતભેદ સહિત પ્રરૂપી ફરીવાર તે ધર્મને વિષે સ્થાપન કરનારા થાય, તેજ તે પુરૂષથી તે ધર્માચાર્યના ઉપકારને બદલે વાળી શકાય.
માતપિતાની સેવા કરવા ઉપર પોતાના આંધળા માબાપને કાવડમાં બેસાડી કાવડ પિતે ઉપાડી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. માબાપને કેવલિ ભાષિતધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પોતાના પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્ય રક્ષિતસૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં માબાપને પ્રતિબોધ થાય ત્યાં સુધી નિરવદ્ય વૃત્તિએ ઘરમાં રહેલા કુમપુત્રનું દૃષ્ટાંત જાણવું. ૧પિતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ