________________
૨૦૦
[ શ્રાદ્ધ વિધિ
પ્રકાર કવચિત જ બને છે. માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી હોય તે તેની સલાહ મસલત લેવાથી ઉલટો ઘણે ફાયદો પણ થાય છે. આ વાતમાં અનુપમાદેવી અને વસ્તુપાળ તેજપાળનું દષ્ટાંત જાણવું. (૧૬)
સારા કુળમાં પેદા થએલી, પાકી વયની, કપટ વિનાની, ધર્મકરણી કરવામાં તત્પર, પિતાની સાધર્મિક અને પિતાના સગાં વહાલાંમાંથી આવેલી એવી સ્ત્રીઓની સાથે પિતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી.
સારા કુળમાં પેદા થએલી સ્ત્રીની સાથે પ્રીતિ કરાવવાનું કારણ એ છે કે, ખરાબ કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે સેબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. (૧૭)
પુરૂઝ સ્ત્રીને ગાદિક થાય તે તેની ઉપેક્ષા ન કરે, તપસ્યા, ઉજમણું, દાન, દેવ, પૂજા, તીર્થયાત્રા આદિ ધમકામાં સ્ત્રીને તેને ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે, પણ અંતરાય ન કરે. કારણકે, પુરૂષ સ્ત્રીના પુણ્યનું ભાગ લેનાર છે; તથા ધર્મ કૃત્ય કરાવવું એજ પરમ ઉપકાર છે. પુરૂષનું સ્ત્રીના સંબંધમાં આ વગેરે ઉચિત આચરણ પ્રાયે જાણવું. (૧૮)
૫ હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પૌષ્ટિક અન્ન, સ્વેચ્છાથી હરવું ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલન પાલન કરે, અને તેના બુદ્ધિના ગુણ ખીલી નીકળે ત્યારે તેને કલામાં કુશલ કરે.
બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન પાલન કરવાનું કારણ એ છે કે, તે અવસ્થામાં તેનું શરીર જે શંકાએલું અને દૂબળ રહે તો તે કેઈ કાળે પણ પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, “પુત્ર પાંચ વરસને થાય ત્યાં સુધી તેનું લાલન પાલન કરવું. તે પછી દસ વર્ષ સુધી અર્થાત્ પંદર વર્ષનું થાય ત્યાં સુધી તાડના કરવી, અને સોળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની પેઠે વર્તવું.” (૧૯) :
પિતાએ પુત્રને દેવ, ગુરૂ, ધર્મ, મિત્ર, તથા સ્વજન એમને હમેશાં પરિચય કરાવ. તથા સારા માણસની સાથે તેને મૈત્રી કરાવવી.
ગુરૂ આદિકનો પરિચય બાલ્યાવસ્થામાંથીજ હોય તે વકલચીરિની પેઠે હંમેશાં મનમાં સારી વાસનાજ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લોકેની સાથે મૈત્રી કરી હોય તે કદાચ નશીબના વાંકથી ધન ન મળે તે પણ આવનારાં અનર્થ તે ટળી જાય જ છે એમાં શક નથી. અનાર્ય દેશમાં થએલા એવા પણ આદ્રકુમારને અભયકુમારની મૈત્રી તેજ ભવમાં સિદ્ધિને અર્થે થઈ. (૨૦)
પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કાર્યભારમાં જેડ, તથા અનુક્રમે તેને ઘરની માલીકી સેંપવી.