________________
પૈષધ વિધિ ]
૨૬૭
ઋતુમાં ગાયનું દૂધ, શિશિર (માહા તથા ફાગણ) ઋતુમાં આમળાને રસ વસંત (ચિત્ર તથા વૈશાખ) ઋતુમાં ઘી અને ગ્રીમ (જયેષ્ઠ તથા અસાડ) ઋતુમાં ગોળ અમૃત સમાન છે.” પર્વને મહિમા એ છે કે, તેથી પ્રાયે અધમીને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, અવિરતિ લોકેને વિરતિને અંગીકાર કરવાની, કૃપણ લોકોને ધન વાપરવાની, કુશળ પુરૂષોને શીળ પાળવાની અને કેઈ કાળે તપસ્યા ન કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વ દર્શનેને વિષે દેખાય છે. કહ્યું છે કે–જે પના પ્રભાવથી નિર્દય અને અધમી પુરૂષોને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવાં સંવત્સરી અને માસી પર્વે જેણે યથાવિધિ આરાધ્યાં, તે પુરૂષ જયવંત રહે.” માટે પર્વને વિષે પૌષધ વગેરે ધર્માનુષ્ઠાન જરૂર કરવું. તેમાં પૌષધનાં ચાર પ્રકાર વગેરે વિષય અર્થદિપીકામાં કહ્યો છે, અને વિસ્તારના લીધે તે કહ્યો નથી. પૌષધના પ્રકાર અને તેને વિધિ.
૧ અહેરાત્રિ પૌષધ, ૨ દિવસ પૈષધ અને ૩ રાત્રિ પૈષધ એવા ત્રણ પ્રકારના પૌષધ છે. તેમાં અહેરાત્રિ પૌષધને વિધિ આ પ્રમાણે છે.–શ્રાવકે જે દિવસે પૌષધ લે હોય તે દિવસે સર્વે ગૃહ વ્યાપાર તજવા, અને પવધનાં સર્વે ઉપકરણ લઈ પિૌષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડી નીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરૂની પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઈરિયાવહી પડિક્ટમવા. પછી એક ખમાસમણે વંદના કરી પૌષધ મુહપત્તિ પડિલેહવી. ફરી એક ખમાસમણ દઈ ઉભા રહીને કહેવું કે, છાજન સંદ્રિ મળવા પદું વાવેમિ ફરી વાર એક ખમાસમણ દેઈ કહે કે, કામ એમ કહી નવકાર ગણી પૌષધ ઉચ્ચરાવે તે આવી રીતે - ___ करेमि भंते पासहं आहारपो पहं सवओ देसओ वा, सरीरसक्कार पोसहं सव्वओ, बंगचेर पोसहं सवओ, अव्वावारपासहं सब्वओ, चउबिहे पोसहं ठामि, जाव अहारत्तं पज्जुवासामि, दुविहं तिविहेणं मणेणं वायाए कापणं, न करेमि न कार वेमि तस्स भंते पडिकमामि निंदामि गरिहामि, अप्पाणं वोसिरामि
પછી મુહપત્તિ પડિલેહી બે ખમાસમણ દઈ સામાયિક કરવું. ફરીવાર બે ખમાસમણ દઈ જે ચોમાસું હોય તો કાષ્ઠાસનને અને બાકીના આઠ માસ હોય તે પાઉંછનગને વેને વિજ્ઞાનિ એમ કહી આદેશ માગવે, તે પછી બે ખમાસમણ દઈ સ્વાધ્યાય કરે પછી પડિકમણું કરી બે ખમાસમણ દઈ યદુવેરું સંવિવામિ એમ કહેવું તે પછી એક ખમાસમણ દઈ રહેf fમ એમ કહે. તથા મુહપત્તિ, પુછણું, અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે શ્રાવિકા હોય તે તે મુહપત્તિ, પુછણું, ઓઢેલું કપડું, કાંચળી અને ચણિયે પડિલેહે. પછી એક ખમાસમણ દઈ છiા માવન પરિન્ટેદનાં પરિણા એમ કહે તે અપની કહી રથા૫નાચાર્ય પડિલેહી થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની