________________
२७४
શ્રાદ્ધ વિધિ
તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણે રાજાએના દેશામાં તીર્થંકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક્ર-પરચક્રના, વ્યાધિના, મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વરમાં પણ રહ્યા નહીં; એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે, જે ધમના પ્રભાવથી સુસાધ્ય ન થાય ? આ રીતે સુખમય અને ધમમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભેળવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ઘણી તપસ્યાથી શિઘ્ર કેવળજ્ઞાન ઉપાયું, અને શેઠને જીવ જે દેવતા હતા તે તેમના મહિમા ઠેકાણે ઠેકાણે ઘણાજ વધારવા લાગ્યું. પછી પ્રાયે પેાતાનુંજ દૃષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વ પરૂપ સમ્યક્ ધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું. અને ઘણુ ભવ્ય જીવેાના ઉદ્ધાર કરી પેાતે મેક્ષે ગયા, શેઠના જીવ દેવતા પણ અચ્યુત દેવલાકથી ચ્યવી મ્હોટા રાજા થઈ ફરી વાર મહિમા સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. અને દીક્ષા લઈ મેક્ષે ગયા. આ રીતે પવની આરાધના ઉપર કથા કહી, અગિરમી ગાથાને અર્થ ઉપર પ્રમાણે છે. (૧૧)
ના
આ રીતે શ્રી રત્નશેખરસૂરિ વિરચિત શ્રાદ્ધવિધિમાં ‘રાત્રિનૃત્ય' નામના તૃતીય પ્રકાશ સપૂર્ણ
પ્રકાશ ૪–ચાતુર્માસિક કૃત્ય.
પકૃત્ય કહ્યું. હવે અધ ગાથાવડે ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે. पहचउमासे समुचिअ नियमगहो पाउसे विसेसेणं ॥
[ प्रति चातुर्मासे समुचितनियमग्रहः प्रावृषि विशेषेण ॥ ] સક્ષેષા—શ્રાવકે દરેક ચામાસામાં તથા ઘણું કરી વર્ષાકાળના ચોમાસામાં ઉચિત નિયમ ગ્રહણ કરી પાળવા.
ચિત નિયમ.
વિસ્તરા-જે શ્રાવકે પરિગ્રહ પરિમાણુ વ્રત લીધુ હોય તેણે દરેક ચામાસાને વિષે પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક આણુ કરવું, જેણે પરિગ્રહ પરિમાણુ વ્રત પૂર્વે ન લીધુ હાય, તેણે પણ દરેક ચોમાસાંમાં ચેાન્ય એવા નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તા વિશેષે કરી ઉચિત નિયમ ગ્રહણ કરવાજ જોઇએ. તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લીધાથી ઘણી વિરાધના અથવા ધમ'ની નિદા વગેરે દોષ થાય, તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં ગાડી ચલાવવાની માવા વગેરે લેવી તથા વાદળ, અને વર્ષાદ આદિ થવાથી ઇયળા વગેરે પઢવાને લીધે રાયણ તથા કેરી વગેરેના ત્યાગ કરવા તે ઉચિતનિયમ જાણવા. અથા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ ઉચિત નિયમ જાણવા.