Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 363
________________ ધનેશ્વર કથા ] ૨૯ કરે, અને ગુરૂને વિનય સાચવવું. (૨૩-૨૪) ૩૪ દરમહિને સામાયિક તથા દરવર્ષે પૌષધ તથા અતિથિસંવિભાગ યથાશક્તિ કરે. (૨૫) આ રીતે શ્રાવક શ્રાવિકાના ચોમાસા સંબંધી નિયમ કહ્યા છે. ચોમાસાના નિયમ પાળવા ઉપર રાજપુત્રની કથા. વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતા. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી રાણીને પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયે છે, એમ જાણી રાજાએ તેનું આદર સન્માન મૂકી દીધું. એમ કરવામાં રાજાને એ અભિપ્રાય હતું કે, “બીજા પુત્રો અદેખાઈથી એને મારી નાખે નહી.” પણ આ અભિપ્રાયને નહિ જાણતા રાજકુમારને ઘણું દુઃખ થયું તે મનમાં વિચારવા લાગ્યા કે, “પગથી હણાયેલી ધૂળ પણ હણનારને માથે ચઢે છે. માટે મૂગે મોઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે, એવું નીતિશાસ્ત્રનું વચન છે, માટે હારે અહિં રહીને શું કરવું છે હું હવે પરદેશ જઈશ. કેમકે-જે પુરૂષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડો આશ્ચર્યથી ભરેલી સંપૂર્ણ પૃથ્વી મંડળને જેતે નથી. તે કુવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળને વિષે ભ્રમણ કરનાર પુરૂષો દેશદેશની ભાષાઓ જાણે છે. દેશ દેશના વિચિત્ર રિવાજ જાણે છે. અને વિવિધ પ્રકારના આચર્યકારી ચમત્કાર જુએ છે.” રાજકુમાર એમ વિચારી રાત્રિએ કેઈ ન જાણે તેવી રીતે હાથમાં તલવાર લઈ બહાર નીકળ્યો, અને પૃથ્વીને વિષે પિતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભુખ તરસથી બહુ હેરાન થયો. એટલામાં સર્વોગે દિવ્ય આભૂષણ પહેરેલ એક દિવ્ય પુરૂષ આવ્યો. તેણે સ્નેહ પૂર્વક તેની સાથે કેટલી વાતો કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દુર કરનારૂ અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારૂં એવા બે રત્ન આપ્યાં. કુમારે “તું કેણ છે?” એમ તેને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, “જ્યારે તું પોતાના શહેરમાં જઈશ, ત્યારે મુનિરાજના વચનથી હારું ચરિત્ર જાણીશ.” પછી રાજકુમાર તે રોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતે હતે. એક વખત પડહની ઉષણ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, “કુસુમપુરનો દેવશમાં નામે રાજા આંખના દરદથી ઘણી જ વેદના ભગવે છે.” પછી રાજકુમારે તુર્તજ ત્યાં જઈ રત્નના પ્રભાવથી તેની આંખની ઇજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પિતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પિતે દીક્ષા લીધી. આ પછી કુમારના પિતાએ પણ રાજકુમારને પિતાના નગરે બેલાવ્યો અને કુમારને રાજ્યગાદી સેંપી દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર બે રાજ્ય ચલાવવા લાગ્યો. એક વખતે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર દેવશર્મા રાજર્ષિએ કુમારને પૂર્વભવ કહ્યો. તે એ રીતે કે –“ક્ષમાપુરીને વિષે સુવ્રત નામે શેઠ હવે, તેણે ગુરૂની પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સબંધી નિયમ લીધા હતા. તેને એક ચાકર હિતે, તે પણ દરેક વર્ષાકાળને શેમાસામાં રાત્રિ ભોજનને તથા મવમાં સેવનને નિયમ કરતે હતે. પછી તે ચાકર મરણ પામે અને તેને જીવ તું રાજકુમાર થયે, અને સુવત શેઠને જીવ મહેઠે ત્રાદ્ધિવંત દેવતા થયો. તેણે પૂર્વ ભવની પ્રીતિથી તને બે રને

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416