________________
૩૨૪
[ શ્રાદ્ધ વિધિ
સ્મરણ કરતી છતી ભાજન પાન વગેરેથી શરીરના નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક સવ વિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પેાતાને અધન્ય માનતા છતા ગૃહસ્થપણું પાળે. ૪–૫, જે લેાકાએ પ્રસરતા માહને રોકીને જૈની દીક્ષા લીધી, તે સત્પુરુષાને ધન્ય છે, અને તેમના વડે આ પૃથ્વી મંડળ પવિત્ર થએલું છે ૬.’
ભાવશ્રાવકનાં લક્ષણ પણ આ રીતે કહ્યાં છે—૧ સ્ત્રીને વશ ન થવું; ર્ ઇન્દ્રિયા વશ રાખવી, ૩ ધન અનથ નાહેતુ છે એમ માનવું, ૪ સંસાર અસાર જાણવે, ૫ વિષયના અભિલાષ રાખવા નહિ, છ આરંભ તજવા. છ ગૃહવાસ બંધન સમાન ગણવા, ૮ આજન્મ સમકિત પાળવું, ૯ સાધારણ માણુસા ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ ન ચાલવું પણ વિચારીને ચાલવું, ૧૦ આગમના અનુસારે સવ ઠેકાણે પ્રવર્તવું ૧૧ દાનાદિ ચતુર્વિધ ધમ યથાશક્તિ આચરવા, ૧૨ ધમ કરતાં કાર્ય અજ્ઞ જન હાંસી કરે તે તેની શરમ ન રાખવી, ૧૩ ગૃહકૃત્યા રાગદ્વેષ રાખ્યા વિના કરવાં, ૧૪ મધ્યસ્થપણું રાખવું, ૧૫ ધનાર્દિક હાય તા પણ તેમાં જ લપટાઈ ન રહેવું, ૧૬ ઇચ્છા વિના કામેાપભાગ સેવવા, ૧૭ વેશ્યા સમાન ગૃહવાસમાં રહેવું, આ સત્તર પદવાળું ભાવ શ્રાવકનું લક્ષણ સંક્ષેપમાં જાણવું.
હવે પ્રત્યેક પદાના ખુલાસા વિસ્તારથી જણાવે છે.
૧ અનર્થ ને ઉત્પન્ન કરનાર, ચંચળ ચિત્તવાળી અને નરકે જવાના રસ્તા સરખી એવી સ્ત્રીને જાણી પેાતાનું હિત વાંચ્છનાર શ્રાવકે તેના વશમાં ન રહેવું, ૨ સંસારનું સ્વરૂપ યથાણુ પણે જાણનાર શ્રાવકે સમ્યગ્ જ્ઞાનરૂપ લગામ વડે જે ઇંદ્રિયરૂપ ચપળ અશ્વો હુંમેશાં દુર્ગતિને માગે દોડે છે તેમને ખાટા માર્ગે જતા અટકાવવા. ૩ બધા અનર્થોનું, પ્રયાસનું તથા ફ્લેશનુ કારણ અને અસાર એવું ધન જાણીને બુદ્ધિશાળિ પુરૂષ અલ્પ માત્ર પણ દ્રવ્યને લાભ ન રાખવા. ૪ સંસાર દુ:ખરૂપ, દુઃખદય ફળ આપનાર પરિણામે પશુ દુઃખની સંતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણારૂપ અને અસાર છે એમ જાણી બુદ્ધિમાને તેના ઉપર પ્રીતિ રાખવી નહિં ૫ વિષ સરખા વિષયા ક્ષણ માત્ર સુખ દેનારા છે. એવા હમેશાં વિચાર કરનારા પુરૂષ સૉંસારથી ડરનારા અને તત્ત્વ।। જાણુ થવાથી તેમની અભિલાષા ન કરે. ૬ તિવ્ર આરંભ વજે, નિર્વાહ ન થાય તે સર્વે જીવ ઉપર દયા રાખી અનીચ્છાએ થાડા આરંભ કરે. અને નિરારભી સાધુએની સ્તુતિ કરે. છ ગૃહવાસને પાશ સમાન ગણતા તેમાં દુઃખથી રહે, અને ચારિત્રમેાહનીય ક્રમ ખપાવવાના ઘણા ઉદ્યમ કરે. ૮ બુદ્ધિશાળી પુરૂષ મનમાં ગુરૂભક્તિ અને ધમાઁની શ્રદ્ધા રાખીને ધર્માંની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતા છતાનિર્મળ સમકિત પાળે ૯ વિવેકથી પ્રવૃત્તિ કરનારેશ ધીર પુરૂષ ‘સાધારણ માણસા ગાડરીયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું તેમ બીજાએ કર્યું" એમ અસમજથી ચાલનારા છે,' એમ જાણી પાતે લેાકસ’જ્ઞાના ત્યાગ કરે. ૧૦ એક જિનાગમ મૂકીને ખીજું કંઇ પ્રમાણ નથી, અને ખીજો માક્ષ માગ પણ નથી, એમ જાણી જાણ પુરૂષ સર્વે ક્રિયાએ આગમને અનુસારે કરે. ૧૧ જીવ પાતાની શક્તિને ન ગેાવતાં