________________
ઉપસંહાર ]
૩૨૯
વિસ્તારાથ:–આ ઉપર કહેલો દિનકૃત્ય આદિ છ દ્વારવાળે શ્રાવકને જે ધર્મ વિધિ, તેને નિરંતર જે શ્રાવકે સમ્યક પ્રકારે પાળે છે, તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે છે, તથા પરાકે સાત આઠ ભવની અંદર પરંપરાએ મુકિતસુખ તત્કાળ જરૂર પામે છે.
શ્રી રત્નશેખર સરિવિરચિત શ્રાદ્ધવિધિ વિધિકૌમુદી નામની ટીકા સહિત સંપૂર્ણ.
विख्याततपेत्याख्या जगति जगचन्द्रसूरयोऽभूवन् ॥ .
श्रीदेवसुन्दरगुरू-तमाश्च तदनु क्रमाद्विदिताः ॥१॥ અર્થ: આ જગતમાં તપ એવું પ્રખ્યાત નામ ધારણ કરનાર શ્રી જગચંદ્રસૂરિ થયા. તેમના પછી અનુક્રમે પ્રખ્યાત શ્રીદેવસુંદર ગુરૂ મહારાજ થયા.
पञ्च च तेषां शिष्या-स्तेष्वाद्या ज्ञानसागरा गुरवः ॥ विविधावचूर्णिलहरि-प्रकटनतः सान्वयावानाः ॥२॥
અર્થ –શ્રીદેવસુંદર ગુરૂવર્યના પાંચ શિષ્યો હતા. તેમાં પ્રથમ શિષ્ય શ્રીજ્ઞાનસાગર શુરૂ થયા. વિવિધ પ્રકારની અવર્ણિ (અવસૂરિ) રૂપ લહેરો પ્રકટ કરી તેમણે પોતાનું જ્ઞાનસાગર નામ યથાર્થ કર્યું.
श्रुतगतविविधालापक-समुद्धृताः समभवंश्च सूरीन्द्राः॥ कुलमण्डना द्वितीयाः, श्रीगुणरत्नास्तृतीयाश्च ।। ३॥
અથર–શાસ્ત્રમાં રહેલાં વિવિધ આલાપાના ઉદ્ધાર કરનારા કુલમંડનનામા સૂરીન્દ્ર બીજા શિષ્ય થયા અને શ્રીગુણરત્ન નામા ત્રીજા શિષ્ય થયા. ૩
षड्दर्शनवृत्ति-क्रियारत्नसमुच्चयविचारनिचयसृजः ॥ श्रीभुवनसुन्दरादिषु, भेजुविद्यागुरुत्वं ये ॥४॥
અથ –જે શ્રીગુણરત્ન ગુરૂવર્ય પડદશનસમુચ્ચયવૃત્તિ અને ઝિયારત્નસમુચ્ચય ગ્રંથના રચનારા હતા અને શ્રી ભુવનસુંદર વિગેરે આચાર્યોના વિદ્યાગુરૂ થયા. ૪
श्रीसोमसुन्दरगुरु-प्रवरास्तुर्या अहार्यमहिमानः॥ - येभ्यः संततिरुच्चै रभववेधा सुधर्मभ्यः ॥५॥
અર્થ –ઉત્કૃષ્ટ મહિમાવાળા શ્રી સોમસુંદર ગુરૂવર્ય ચોથા શિષ્ય થયા. દ્રવ્યથી તથા ભાવથી ભલા ધર્મવંત એવા જે ગુરૂવર્યથી ઘણી શિષ્યસંતતિ વૃદ્ધિ પામી ૫