________________
૩૩૦
[ શ્રાદ્ધ વિધિ
ww.
यतिजीतकल्पविवृत-श्च पञ्चमाः साधुरत्ननरिवराः॥ " यैर्मादृशोऽप्यकृष्यत, करप्रयोगेण भवकूपात् ॥६॥
અથ–પતિજીતક૯૫ની વ્યાખ્યા કરનારા શ્રી સાધુરત્નસૂરિવર પાંચમા શિષ્ય થયા. જેમણે મ્હારા જેવાને સંસાર રૂપ કૂવામાંથી હસ્તગવડે ઉદ્ધાર કર્યો. ૬
श्रीदेवसुन्दरगुरोः, पट्टे श्रीसोमसुन्दरगणेन्द्राः ॥ युगवरपदवी प्राप्ता-स्तेषां शिष्योश्च पञ्चे ते ॥७॥
અર્થ:-શ્રી દેવકુંદર ગુરૂની પાટે યુગપ્રધાન પદવી પામેલા શ્રીમસુંદર ગુરૂ થયા. તેમને આ પાંચ શિખ્યો થયા. ૭
मारीत्यवमनिराकृति-सहस्रनामस्मृतिप्रभृतिकृत्यैः । श्रीमुनिसुन्दर गुरव-श्चिरंतनाचार्यमहिमभृतः ॥ ८॥
અર્થ –મારી, ઈતિ પ્રમુખ ઉપદ્રવનું વારવું તથા જિનસહસ્ત્ર નામ સ્મરણ કરવું ઈત્યાદિ કૃત્યોવડે આ શ્રીમુનિસુંદર ગુરૂ ચિરંતન આચાર્યનો મહિમા ધારણ કરનારા થયા ૮
श्री जयचन्द्रगणेन्द्रा निस्तन्द्राः संघगच्छकार्येषु । श्रीभुवनसुन्दरवरा, दूरविहारैर्गणोपकृतः ॥९॥
અર્થ–બીજા સંઘના તથા ગચ્છના કાર્યમાં પ્રમાદ ન કરનારા એ શ્રી જયચંદ્ર આચાર્ય થયા તથા ત્રીજા દૂર વિહાર કરીને સંઘ ઉપર ઉપકાર કરનારા શ્રીભુવનસુંદરસૂરિ થયા. છે ૯ છે
विपममहाविद्यात--द्विडम्बनाब्धौ तरीव वृत्तियः । विदधे यज्ज्ञाननिधि, मदादिशिष्या उपाजीवन् ॥१०॥
અથ–જેમણે વિષમ મહાવિદ્યાના અજ્ઞાનથી વિટંબણારૂપ સમુદ્રમાં પડેલા લોકોને નાવ સમાન એવી મહાવૃત્તિ કરી અને જેમના જ્ઞાનનિધિને પામી મ્હારા જેવા શિષ્ય પિતાને નિર્વાહ કરી રહ્યા. ૧૦
एकाङ्गा अप्येकादशाङ्गिनश्च जिनसुन्दराचार्याः । निर्ग्रन्था ग्रन्थकृतः, श्रीमजिनकीर्तिगुरवश्च ॥११॥
અર્થચેથા એક અંગ (શરીર) ધારણ કરનાર છતાં પણ અગિઆર અંગ (સૂ) ધારણ કરનારા શ્રી જિનસુંદરસૂરિ તથા પાંચમાં નિગ્રંથ (ગ્રંથ-પરિગ્રહ વિનાના) છતાં પણ ગ્રંથ રચના કરનારા એવા શ્રી જિનકીર્તિ ગુરૂ થયા. ૧૧