Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 412
________________ ૩૨૮ [ શ્રાદ્ધવિધિ. તે સિદ્ધપદને પામ્યા. હરિવહન રાજા જ્ઞાનીના વચનથી પિતાનું આયુષ્ય નવ પહેર બાકી જાણી દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધિવિમાને પહોંચ્યો.સંથારાને અવસરે (અંત વખતે) શ્રાવક દીક્ષા લે, ત્યારે શાસનપ્રભાવના વગેરેને અર્થે શકિત પ્રમાણે ધર્મમાં ધનને વ્યય કરે થરાદના આભુ સંઘવીએ જેમ આતુર દીક્ષાને અવસરે (અંત વખતે) સાતક્ષેત્રોમાં સાતકોડ ધન વાપર્યું. - હવે અંતઃકાલે સંયમ લેવાનું જેનાથી ન બને, તે શ્રાવક અંતસમય આવે સંલેખના કરી શત્રુંજય આદિ શુભ તીર્થે જાય, અને નિર્દોષ થંડિલને વિષે (જીવ જતુ રહિત ભૂમિને વિષે) શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરી આનંદાદિક શ્રાવકોની માફક અનશન સ્વીકારે કહ્યું છે કે–તપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે, દાનથી ઉત્તમ ભેગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે, અને અનશન કરી મરણ પામવાથી ઇંદ્રપણું પમાય છે” લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “હે અજુન! વિધિપૂર્વક પાણીમાં અંત વખતે રહે તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તે દસ હજાર વર્ષ સુધી, પૃપાપાત કરે તે સેળ હજાર વર્ષ સુધી, મહેટા સંગ્રામમાં પડે તે સાઠ હજાર વર્ષ સુધી, ગાય છેડાવવાને સારૂ દેહ ત્યાગ કરે તે એંશી હજાર વર્ષ સુધી, શુભ ગતિ ભોગવે, અને અંતકાળે અનશન કરે તે અક્ષય ગતિ પામે.” પછી સર્વ અતિચારના પરિહારને સારૂ ચાર શરણરૂપ આરાધના કરે. દશ દ્વાર રૂપ આરાધના આ રીતે કહી છે.–૧ અતિચારની આલોયણા કરવી, ૨ ગ્રતાદિક ઉચ્ચરવાં, ૩ જીવને ખમાવવા, ૪ ભાવિતાત્મા એ શ્રાવક અઢાર પાપસ્થાનકને સિરા, ૫ અરિહંત આદિ ચારે શરણ કરવાં, ૬ કરેલા દુષ્કૃતની નિંદા કરવી, ૭ કરેલા શુભ કર્મોની અનુમોદના કરવી, ૮ શુભ ભાવના ભાવવી, ૯ અનશન આદરવું, અને ૧૦ પંચપરમેષ્ટિ નવકાર ગણવા. એવી આરાધના કરવાથી પણ જે તેજ ભવમાં સિદ્ધ ન થાય, તે પણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય છે. કારણકે સાત અથવા આઠ ભાવ ગ્રહણ કરે, તેથી વધારે ન કરે એવું આગમ વચન છે. ઇતિ અઢારમું દ્વાર તથા સલમી ગાથાને અર્થ સંપૂર્ણ. હવે પ્રકરણને ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિકનું ફળ કહે છે (મૂત્રાણા) . एवं गिहिधम्मविहिं, पइदिअहं निव्वहंति जे गिहिणो । इह भवि परभवि निव्वुइसुहं लहुं ते लहंति धुवं ॥ १७ ॥ [rā વિધિ રિવિવાં નિર્વત્તિ ૨ કિ હું મને પરમ નિવૃત્તિમુર્વ યુ તે મને પુર્વ . ?૭ ] સંક્ષેપાર્થ –જે શ્રાવકે આ ગ્રન્થમાં કહેલા શ્રાવક ધર્મની વિધિને દરરોજ આચરે તે શ્રાવક આ ભવમાં નિવૃત્તિ સુખ અને અનુક્રમે પરભવમાં શિધ્ર મુક્તિ સુખ અવશ્ય * પામે છે. ૧૭

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416