Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 398
________________ ૩૧૪ [ શ્રાદ્ધ વિધિ “ આ ડામડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, બીજા કાઈ નથી હમણાં કૌતુક જીવા ’ એમ કહી રાણીએ યક્ષક મવડે ડાબડા ઉપર અભિષેક કર્યો, અને પુષ્પની એક અંજલિ મૂકીને કહ્યુ કે, “ દેવાધિદેવ ! મને દર્શન આપેા. ” એમ કહેતાંજ પ્રભાત સમયમાં જેમ કમલકલિકા પેાતાની મેળે ખીલે છે તેમ ડાબડા પેાતાની મેળે ઉઘડી ગયા. નહિ સુકાઈ ગએલા ફુલની માળાવાળી પ્રતિમા અંદરથી બ્હાર દેખાઈ. આથી જૈનધર્મની ઘણી ઉન્નતિ થઇ. આ પછી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પેાતાના અંતઃપુરે લઈ ગઈ, અને પાતે તે પ્રતિમાને નવા બંધાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરાજ ત્રણ ટક પૂજા કરવા લાગી, ܕܕ ** એક વખતે રાણીના આગ્રહથી રાજા વીગ્રા વગાડતા હતા, અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું, તેથી રાજા ગભરાઈ ગયા. અને વીણા વગાડવાની કબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ. નૃત્યમાં રસભંગ થવાથી રાણી કેાપાયમાન થઇ ત્યારે રાજાએ યથાય જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વજ્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું ક્રોધથી ૪પ વડે દાસીને પ્રહાર કર્યાં, તેથી તે ( દાસી ) મરણને શરણ થઈ. આ પછી તે વસ્ત્ર પ્રભાવતીએ ખરાખર જોયું તે સફેદજ દેખાયું, તે દુનિમિત્તથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયુ તેથી પેાતાનું આયુષ્ય થાડું રહ્યું છે એવા રાણીએ નિશ્ચય કર્યો, અને સ્ત્રીહત્યાથી મેં પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતના ભંગ કર્યાં, આમ વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા સારૂ રાજા સમીપે ગઇ. રાજાએ કહ્યું “તું મરી દેવ થાય તા દેવતાના ભવમાં તું મને સમ્યક્ પ્રકારે ધર્મને વિષે પ્રવર્તાવજે” એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજાને સારૂ દેવદત્તા નામની કુાને રાખીને પાતે ઘણા ઉત્સવ સહિત દીક્ષા લીધી, અને અનશન વડે કાળ કરી સૌધર્મ દેવલે કે દેવતા થઈ, પછી પ્રભાવતીના જીવ દેવતાએ રાજાને ઘણા મેધ કર્યાં. તાપણુ ઉદાયન રાજા તાપસની ભકિત ન મૂકે, ષ્ટિરાગ તેડવા એ ઘણાજ મુશ્કેલ છે ! આ પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃત ફળ આપ્યું. તેના રસ ચાખતાંજ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પે.તે વિદ્ભવેલા આશ્રમમાં લઇ ગયા. ત્યાં વૈષધારી તાપસાએ ર્જાને ઘણી તાડના કરવાથી તે (રાજા) નાઠા, તે જૈન સાધુઓના ઉપાશ્રયે આવ્યા. સાધુઓએ તેને અભયદાન આપ્યું. આથી રાજાએ જૈનધમ અંગીકાર કર્યાં. આપછી દેવતાએ પેાતાની ઋદ્ધિ દેખાડી, રાજાને જૈનધમને વિષે દઢ કર્યાં અને “ આપદા આવે મને યાદ કરજે” એમ કહી અદ્રશ્ય થયા. હવે સમય જતાં ગાંધાર નામના કોઇ શ્રાવક સČઠેકાણે ચૈત્યવંદન કરવા નીકળ્યા હતા, એક વખત ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થએલી દેવીએ તેને વૈતાઢયપ તે લઇ જઇ ત્યાંની પ્રતિ માને વંદાવ્યા અને પેાતાની ઇચ્છા પાર પડે તેવી એકસા આઠ ગેાળીએ આપી. તેણે તેમાંની એક ગેાળી મેાંમાં નાંખીને ચિંતવ્યું કે, હું વીતભય પાટણ જાઉં.’ ચિતવતાની સાથે ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યે કુબ્જા દાસીએ તેને તે પ્રતિમાને વંદાવ્યેા. પછી તે ગાંધાર શ્રાવક

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416