________________
જિનપ્રતિમા પધરાવવી ]
૬૧૭
wwwwwwwwwwww
કરવા કહેલા દહિંગ થાય તે માટે ગોવાળના ગામમાં મુકામ કરતાં કરતાં તે વિજય પાટણે ગયા. કેશી રાજા ઉદાયન મુનિનો રાગી હતે, તે પણ તેના પ્રધાનવગે તેને સમજાવ્યું કે, “ ઉદાયન રાજ્ય પાછું લેવા માટે અહિં આવ્યો છે.”પ્રધાનની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયન મુનિને વિષમિશ્ર દહિં અપાવ્યું, પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહિં લેવાની મના કરી દહિં બંધ થવાથી પાછો મહાવ્યાધિ વળે, દહિંનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહર્યું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતું ત્યારે વિષમિશ્ર દહિં ઉદાયન મુનિના આહારમાં આવી ગયું ક્ષમાપૂર્વક એક માસનું અનશન કરી કેવળજ્ઞાન પામી ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. આ પછી પ્રભાવતી દેવતાએ રાષથી વીતભય પાટણ ઉપર ધૂળની વૃષ્ટિ કરી પણ ઉદાયન રાજાને જે એક શય્યાતર કુંભાર હતે તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પલ્લી એવું રાખ્યું
ઉદાયન રાજાને પુત્ર અભીચિ, પિતાએ ગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુખી થયો, અને તેની માસીના પુત્ર કેણિક રાજાની પાસે જઈ સુખે રહ્યો, ત્યાં સમ્યક પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતું હતું, તે પણ “પિતાએ રાજ્ય ન આપી મ્હારૂં અપમાન કર્યું.” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ. અભિચિ સમય જતાં પંદર દિવસ અનશન વડે મરણ પામી એક પલ્યોપમના આયુષ્યવાળો શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયે. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.
સમય જતાં કુમારપાળ રાજા થયે તેમણે હેમચંદ્રસૂરિના વચનથી પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી ત્યારે નગર સાથે કપિલ કેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા પણ તેમાં દટાઈ ગઈ છે તે વાત જાણી. પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખેદાવી, ત્યારે અંદરથી પ્રતિમા જાહેર થઈ, અને ઉદાયને આપેલે તામ્રપટ્ટ પણ નીકળે, યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલ્લપુર પાટણે લઈ આવ્યું. અને નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ રાખી ઘણા વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી, આ પ્રતિમાને તે રીતે સ્થાપન કરવાથી રાજા સર્વ પ્રકારે ઋદ્ધિ સિદ્ધિ પામ્યો. આ રીતે દેવાધિદેવની પ્રતિમા તથા ઉદાયનરાજા વગેરેને સંબંધ કહ્યો છે,
આવી રીતે દેવને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જોઈએ તેવી સાર સંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કહ્યું છે કે–જે જિન. મંદિરને પિતાની યથાશક્તિ એશ્વર્યવાળું કરે, તે પુરૂષ દેવલોકમાં દેવતાઓથી વખણાય છતે ઘણુ કાળ સુધી પરમ સુખ પામે છે.” પાંચમું દ્વાર સમાપ્ત. ૬ જિન પ્રતિમા ભરાવવી,
૬ તેમજ રત્નની, સુવર્ણની, પત્ની, ચંદનાદિક કાષ્ઠની, હસ્તિદંતની, શિલાની અથવા માટી વિગેરેની જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા