________________
જિનપ્રતિમા પધરાવવી |
૩૧૫
WWWWWWww
ત્યાં માંદો પડ્યો. કુન્જા દાસીએ તેની સારવાર કરી, પિતાનું આયુષ્ય ઘેડું રહ્યું એમ જાણી તે શ્રાવકે બાકીની સવે ગુટિકાઓ કુજા દાસીને આપી પોતે દીક્ષા લીધી. કુન્જા દાસી એક ગુટિકા ભક્ષણ કરવાથી ઘણી સુંદર થઈ. તેથી તેનું સુવર્ણ ગુલિકા એવું નામ પ્રસિદ્ધ થયું. બીજી ગોળી ભક્ષણ કરીને તે દાસીએ ચિંતવ્યું કે “ચૌદ મુકુટધારી રાજાએએ સેવિત એ ચંડપ્રદ્યોત રાજા હારે પતિ થાઓ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે. અને બીજા રાજાઓ તે ઉદાયનના સેવક છે.”
આ પછી દેવતાના વચનથી ચંડપ્રદ્યોત રાજાએ સુવર્ણગુલિકાને ત્યાં દૂત મોકલ્ય, પણ સુવર્ણગુલિકાએ ચંડપ્રદ્યોતને બાલાવ્યાથી તે પિને અનિલગ હાથી ઉપર બેસી સુવર્ણગુલિકાને તેડવા માટે ત્યાં આવ્યો. સુવર્ણગુલિકાએ કહ્યું કે, “આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું. માટે આ પ્રતિમા સરખી બીજી પ્રતિમા કરાવીને અહિં સ્થાપન કરો. એટલે આ પ્રતિમા સાથે લઈ જવાશે ” પછી ચંડપ્રદ્યતે ઉજજયિનીમાં જઈ બીજી પ્રતિમા કરાવી. અને કપિલ નામા કેવળીને હાથે તેની અંજનશલાકા કરાવી, તે પ્રતિમા સહિત પાછો વતભય પાટણ આવ્યો. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી જુની પ્રતિમાને તથા સુવર્ણ ગુલિકા દાસીને લઈ ચંડપ્રદ્યોત કેઈન જાણે તેવી રીતે રાત્રિએ પાછે પિતાને નગરે આવ્યો. પછી સુવર્ણગુલિકા અને ચંડપ્રોત બને વિષયાસકત થયાં. આથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાયલસ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવાને સારૂ આપી.
એક વખતે કંબલ શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા. પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદવાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમારે દ્રહને માર્ગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતું હતું, પણ જવાની ઉતાવળથી તે અધી પૂજા કરી તેમની સાથે પાતાળમાં ગયો. પાતાળમાં તેની અપૂર્વ જિનભક્તિથી પ્રસન્ન થએલ ધરણેને ભાયલે કહ્યું કે, “જેમ મ્હારા નામની પ્રસિદ્ધિ થાય તેમ કરે.” ધરણુંકે કહ્યું “તેમજ થશે. ચંડપ્રદ્યોત રાજા વિદિશાપુરીનું હાર નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે. પણ તું અધી પૂજા કરી અહિં આવ્યો તેથી ભવિષ્ય કાળમાં તે પ્રતિમા પિતાનું સ્વરૂપ ગુપ્ત રાખશે અને મિથ્યાષ્ટિઓ તેની પૂજા કરશે. “આ દિવ્ય ભાયલસ્વામી છે,” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિમાની પ્રતિકૃતિને બહાર સ્થાપના કરશે. તું વિષાદ ન કરીશ, દુષમકાળના પ્રભાવથી એમ થશે” ભાયલ, નાગેંદ્રનું આ વચન સાંભળી જે માગે આવ્યો હતો તે માર્ગો પાછો ગયો.
હવે વતભય પાટણમાં પ્રાત:કાળે પ્રતિમાની માળા સૂકાઈ ગએલી, દાસી જતી રહેલી અને હાથીના મદને સાવ થએલો જોઈ ઉદયને નિર્ણય કર્યો કે, ચડપ્રદ્યોત રાજા આવ્યું હશે. અને તેજ દાસી અને પ્રતિમ ઉપાડી ગયો લાગે છે. પછી સેળ દેશના અને ત્રણ ત્રેસઠ પુરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચંડપ્રદ્યોત ઉપર ચઢાઈ કરી. માર્ગમાં ઉન્હાળાની ઋતુને લીધે પાણી નહિ મળવાથી રાજએ પ્રભાવતીને જીવ