Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 397
________________ જિનપ્રતિમા પધરાવવી ] ૩૧૩ , , , , રાખીશ તે પ્રભાત થતાં ભારંડપક્ષી ઉડશે ત્યારે તેની સાથે તે પણ પંચશેલ કીપે પોંચી જઈશ. આ વહાણ તે હવે મોટા ભમરમાં સપડાઈ જશે.” આ પછી નિર્યામકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચશેલ કોપે ગમે ત્યારે હાસા પ્રહાસાએ તેને કહ્યું કે, “હારાથી આ શરીર વડે અમારી સાથે ભેગા કરાય નહિ, માટે અમારા નિયાણ પૂર્વક અગ્નિપ્રવેશ કર.” એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હાથના તળપર બેસાડી ચંપાનગરીને ઉદ્યાનમાં મૂકો. દેવીઓથી મુગ્ધ થયેલ સનીને અગ્નિમાં પ્રવેશી મૃત્યુ ન કરવા બદલ તેના મિત્ર નાગિલ શ્રાવકે તેને ઘણે વાર્યો, તે પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો, અને મરણ પામી પંચલ દ્વિીપનો અધિપતિ વ્યંતર દેવતા થયા. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયે. અને તે પણ દીક્ષા લઈ કાળ કરી બારમા અયુત દેવલોકે દેવતા થયે. એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા પ્રહાસા એ કુમાર નંદીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પડહ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગે; એટલામાં પડહ તેને ગળે આવીને વળગ્યો. અને કઈ પણ ઉપાયે તે (પડહ) છૂટો પડ્યો નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યો. જેમ ધૂવડ સૂર્યના તેજથી તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો. ત્યારે નાગિલ દેવતાએ પિતાનું તેજ સંહરીને કહ્યું કે, “તું મને ઓળખે છે?” વ્યંતરે કહ્યું “ઇંદ્ર આદિ દેવતાઓને કહ્યું ઓળખે નહિં?” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના પિતાને શ્રાવકપણાને પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબંધ પમાડયા. ત્યારે વ્યંતરે કહ્યું. “હવે મારે શું કરવું?” દેવતાએ કહ્યું “હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીર સ્વામિની પ્રતિમા કરાવ. એમ કરવાથી તેને આવતે ભવે ધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીર સ્વામિને પ્રતિમાસ્થ જોયા. અને તે પછી નમસ્કાર કરી. મહાહિમવંત પર્વતથી લાવેલા ગશીર્ષ ચંદન વડે તેવીજ તેમની પ્રતિમા તૈયાર કરી પછી પ્રતિષ્ઠા કરાવી સર્વાગે આભૂષણ પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુ વડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના હાભડામાં રાખી. પછી એક વખતે તે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા; અને તે વહાણના ખલાસીને કહ્યું કે, “તું આ પ્રતિમાને ડાબડો સિંધુસૌવીર દેશમાંના વીતભય પાટણે લઈ જા. અને ત્યાંના ચૌટામાં દેવાધિદેવની પ્રતિમા .” એવી ઉદઘોષણા કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું. ત્યારે તાપસને ભકત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણા દર્શનીઓ પિત પિતાના દેવનું સ્મરણ કરી તે ડાબડા ઉપર કુહાડા વડે પ્રહાર કરવા લાગ્યા. તેથી કુહાડા ભાગી ગયા. તે પણ ડાબડે ઉઘડ્યો નહિ. સર્વે લેકે ઉદ્વિગ્ન થયા. બપોરને અવસર પણ થઈ ગયો. આ સમયે પ્રભાવતી રાણીએ રાજાને ભોજન કરવા બોલાવવા માટે એક દાસી મેકલી. રાજાએ તેજ દાસીને હાથે સંદેશો મેકલી પ્રભાવતીને કૌતુક જેવાને સારૂ તેડાવી. પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે,

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416