________________
જિન પ્રતિમા પધરાવવી ]
૩૧૧
મંદિર કરાવવામાં ઘણા જીવોની વિરાધના તથા મહારૂં મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી માટે તેમાં જીર્ણોદ્ધારના જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે-- જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી જીણું જિનમંદિર સમરાવે. જે પુરૂષો જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરને ભક્તિથી ઉદ્ધાર કરે છે. તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પોતાના આત્માને ઉદ્ધાર કરે છે.” આ વાત ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે. જિર્ણોદ્ધાર ઉપર વાગભટ તથા આંબડમંત્રીનું દ્રષ્ટાંત.
શત્રુંજયને જીર્ણોદ્ધાર કરવાનું પિતાના પિતા ઉદયને અભિગ્રહ સહિત ધાર્યું હતું. તેથી મંત્રી વાગ્યું તે કામ શરૂ કરાવ્યું. તેની ટીપમાં મોટા મોટા શેઠીઆ લોકેએ પિતાનું ઘણું દ્રવ્ય તે કામમાં આપ્યું. છ દ્રમ્પની મૂડી રાખનાર ભીમનામે એક ઘી વેચનાર શ્રાવક હતું, તેની પાસે ફરતી ફરતી ટીપ આવી.ત્યારે તેણે ઘી વેચી જે મૂડી એકઠી કરી હતી તે સર્વ દ્રવ્ય તેમાં આપ્યું તેથી તેનું નામ સર્વેની ઉપર લખાયું, અને તેને ત્યાર પછી સુવર્ણનિધિને લાભ થયે વગેરે વાતે જાહેર છે. આ પછી કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે શિલામય મંદિર તૈયાર થવાની વધામણી દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભ આપી આ પછી એક વખતે તે જિનમંદિર વીજળી પડવાથી તુટી પડયું એવી વાત કહેનારને તે મંત્રીએ ચેસઠ સુવર્ણની જીભે આપી.તેનું કારણ એ હતું કે, મંત્રીએ મનમાં વિચાર્યું કે, “ હું જીવતે છતાં બીજો ઉદ્ધાર કરવા સમર્થ થયો છું.” બીજા જીર્ણોદ્ધારમાં બે ક્રોડ સત્તાણું હજાર જેટલું દ્રવ્ય ખર્ચાયું. વાગભટે ભગવાનની પૂજાને સારૂ એવીશ ગામ અને વીશ બગીચાઓ આપ્યા, વાડ્મટ્ટમંત્રીના ભાઈ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચો શકુનિકા વિહાર નામે પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને મલ્લિકાર્જુન રાજાના ભંડારમાં બત્રીશ ધડી સુર્વણને બનાવેલ સુવર્ણકળશ શકુનિકા વિહાર ઉપર ચઢાવ્યો તથા સુવર્ણમય દંડ, વજા વગેરે આપી અને મંગળિક દીપને અવસરે બત્રીસ લાખ દ્રમ્મ યાચક જોને આપ્યા. પ્રથમ જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિરાજાએ પણ પહેલાં નેવ્યાશી હજાર જીર્ણોદ્ધાર કરાવ્ય, અને ત્યારબાદ નવાં જિનમંદિર છત્રીસ હજાર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધાર્મિક લોકેએ પણ નવાં જિનમંદિર કરતાં જીર્ણોદ્ધારજ ઘણુ કરાવ્યા છે તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ. જિન પ્રતિમા પધરાવવી.
જિનમંદિર તૈયાર થયા પછી વગર વિલંબે જિનપ્રતિમા સ્થાપન કરવી શ્રીહરિભદ્ર સૂરિજીએ કહ્યું છે કે, “બુદ્ધિશાળી પુરૂષે જિનમંદિરમાં જિનબિંબની શિધ્ર પ્રતિષ્ઠા કરાવવી. કેમકે, એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તુરત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિ થતી જાય છે.” મંદિરમાં તાંબાની કુંડીઓ, કળશ, ઓરસીઓ, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપવી, તથા શક્તિ પ્રમાણે મંદિરને ભંડાર કરી તેમાં