Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 396
________________ ૩૧૨ [ શ્રાદ્ધ નિષિ રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જો મંદિરના કરાવનારા હોય તા તેણે ભંડારમાં ઘણું નાણુ તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઇએ. જિનમંદિરના નિભાવ માટે દ્રવ્ય આપવા ઉપર સિન્દુરાજ અને ચડપ્રશ્નોતનું દૃષ્ટાન્ત જેમકે માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે પાષા ણુમય જિનમ ંદિર બંધાવવું શરૂ કરાવ્યું. પરંતુ પૂર્ણ થાય તે પહેલાં માઠા કમથી તે સ્વગે ગયા. પછી એકસા પાંત્રીશ વર્ષ પસાર થયાં છતાં તેપૂણૅ ન થયું. આ પછી સિદ્ધરાજ જયસિંહના ઈંડાધિપતિ સજજને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રદેશની ઉપજ જે સત્તાવીસ લાખ દ્રમ્મ આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરૂં કરાવ્યું. સિદ્ધરાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય જ્યારે સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે “ મહારાજ!ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યના સંગ્રહ કરી રાખ્યા છે” પછી સિદ્રરાજ ત્યાં આવ્યા અને નવું સુદર જિનમંદિર જોઈ હર્ષ પામી ખેલ્યા કે, “ આ મંદિર કોણે બનાવ્યું ?” સજ્જને કહ્યુ, “ મહારાજ સાહેએ કરાવ્યું ” આ વચન સાંભળી સિદ્ધરાજ અહુજ અજાયબ થયા પછી સજ્જને જે બની હતી તે સ વાત કહીને અરજ કરી કે, “આ સવ મહાજને આપ સાહેબનું દ્રવ્ય આપે છે તે લ્યા; અથવા જિન મંદિર કરાવ્યાનું પુણ્ય લ્યા. આપની મરજી ડાય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્યજ ગ્રહણ કર્યું, અને તેણે નેમિનાથજીના મંદિરને ખાતે પૂજાને સારૂં બાર ગામ આપ્યાં " તેમજ જીવંતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું, અને પછી અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાએ તે પ્રતિમાની પૂજાને સારૂ ખાર હજાર ગામ આપ્યાં તે સ ંબ ંધી વાત નીચે પ્રમાણે છે. થ ચંપા નગરીમાં લંપટ એવા એક કુમારનદી નામના સાની રહેતા હતા. તે પાંચસે સાનૈયા આપીને સુંદર સ્ત્રી પણુતા હતા. આમ તે પાંચસા સ્ત્રીએ પરણ્યા આ રીતે પરણેલી પાંચસે સ્ત્રીઓની સાથે તે કુમારનઢી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતા હતા. એક વખતે પચશૈલ દ્વીપની રહીશ હાસા તથા પ્રહાસા નામની એ વ્યંતરીએ પે.તાના પતિ વિદ્યુન્મ ળી ચળ્યેા, ત્યારે ત્યાં આવી પેાતાનુ રૂપ દેખાડીને કુમારનદીને વ્યામેહ પમાડયા. કુમારનદી ભાગની પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે ” પંચૌલ દ્વીપમાં આવ ” એમ કહી તે બન્ને જણીએ નાસી ગઈ. પછી કુમારનંદીએ રાજાને સુવણૅ આપી પડતુ વજડાવ્યેા કે, “ જે પુરૂષ મને પંચશેલ દ્વીપે લઈ જાય. તેને હું કોડ દ્રવ્ય આપુ' ” પછી એક વૃદ્ધ ખલાસી હતે તેણે કૈાટી દ્રવ્ય લઇ તે પોતાના પુત્રાને આપી કુમારનદીને વહાણુમાં એસાડી સમુદ્રમાં બહુ દૂર લઇ ગયા. અને પછી કહેવા લાગ્યાકે, ‘આ વડવૃક્ષ દેખાય છે તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તલાટીએ થએલ છે. એની નીચે આપણું વહાણુ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે, અહિં ત્રણ પગવાળાં ભાર’ડપક્ષી પ ́ચશૈલ દ્વીપથી આ વડ ઉપર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તુ પેાતાના શરીરને વસ્રવડે મજબૂત આંધી

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416