Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 394
________________ ૩૧૦. [ શ્રાદ્ધ વિધિ પુણ્યની ગણત્રી કયાંથી થાય? ૪ વળી જે પુણ્યશાળિ મનુષ્ય શુભ પરિણામથી હોટું, મજબૂત અને નકુર પત્થરનું જિનમંદિર કરાવે છે. તેમની તે વાતજ શી? કેમકે, તે અતિ ધન્ય પુરૂષે તે પરલોકે વિમાનવાસી દેવતા થાય છે ૫ જિનમંદિર બનાવવાની વિધિ. જિનમંદિર કરાવવાના વિધિમાં તે પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ ( પત્થર લાકડાં વગેરે) મજૂર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સર્વ ઉચિત વિધિ અહિં વિશેષે કરી સમજી લે કહ્યું છે કે –“ધર્મ કરવાને સારું ઉદ્યમાન થએલા પુરૂષે કેઈને પણ અપ્રીતિ થાય એમ કરવું નહિં, આ રીતેજ સંયમ ગ્રહણ કરે તે શ્રેયસ્કર છે. આ વાતમાં ભગવાન મહાવીર સ્વામીનું દષ્ટાંત છે. કે તેમણે “હારા રહેવાથી આ તાપસને અપ્રીતિ થાય છે. અને તે અપ્રીતિ અબાધિનું બીજ છે એમ જાણું ચેમાસાના કાળમાં પણ તાપસને આશ્રમ તજી દઈ વિહાર કર્યો. ૨. જિનમંદિર બનાવવાને અર્થે કાષ્ટ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કેઈ અધિછાયક દેવતાને શેષ પમાડી અવિધિથી લાવેલું અથવા પિતાને સારૂ આરંભ સમા રંભ લાગે એવી રીતે બનાવેલું પણ જે ન હોય તેવાં કાષ્ઠ વિગેરે કામ આવે ૩. રાંક એવા મજૂર લેકે વધુ મજૂરી આપવાથી ઘણે સંતોષ પામે છે અને સંતોષવાળા થઈ પહેલાં કરતાં વધારે કામ કરે છે. ૪.” - જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારૂ ગુરૂ તથા સંઘ રૂબરૂ એમ કહેવું કે, “આ કામમાં અવિધિથી જે કાંઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.”ોડશકમાં કહ્યું છે કે જેની માલિકીનું દ્રવ્ય આ કામમાં કોઈપણ અનુચિત પણે આવ્યું હોય તો તેનું પુણ્ય તે ધણીને થાઓ આ રીતે શુભ પરિણામથી કહે, તો તે ધર્મકૃત્ય ભાવ શુદ્ધ થાય. પાયે ખોદ, પૂર, કાષ્ટનાં દળ પાડવાં, પત્થર ઘડાવવા, ચણાવવા વગેરે મહારંભ સમારંભ જિનમંદિર કરાવવામાં કરવો પડે છે, એવી શંકા ન કરવી કારણકે, કરાવનારની યતના પૂર્વક પ્રવૃતિ હોવાથી તેમાં દોષ નથી. તથા જિનમંદિર કરાવવાથી નાનાવિધ સ્થાપન, પૂજન,સંધને સમાગમ, ધર્મદેશના કરણ, સમકિતવત વગેરેને અંગિકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હેવાથી તેનાં સારાં પરિણામ નિપજે છે. કહ્યું છે કે–સૂત્રોક્ત વિધિને જાણુ પુરૂષ યતનાપૂર્વક કેઈ કામમાં પ્રવર્તે, અને જે કદાચ તેમાં કાંઈ વિરાધના થાય, તે પણ અધ્યવસાયની શુદ્ધિ હેવાને લીધે તે વિરાધનાથી નિર્જરાજ થાય છે. દ્રવ્યસ્તવ ઉપરકુવાનું દષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ. જિર્ણોદ્ધાર કરાવ. જીર્ણોદ્ધાર કરવાના કામમાં પણ ઘણેજ પ્રયત્ન કરે. કેમકે–જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે. ” જીર્ણ જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે, તેટલું નવું કરાવવામાં નથી. કારણકે, નવું

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416