Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 392
________________ 302 [ શ્રાદ્ધ વિધિ કન્યા ન આપવી. ૪. ઘણું વૈર તથા અપવાદવાળા, હંમેશાં જેટલું ધન મળે તે સનું ખરચ કરનારા, આળસ્યથી શૂન્ય મનવાળા એવા વરને કન્યા ન આપવી. ૫. પેાતાના ગેત્રમાં થએલા, જુગાર, ચારી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી. ૬. પેાતાના પતિ વગેરે લેાકેાની સાથે નિષ્કપટપણે વત નારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, મવગ ઉપર સ્નેહવાળી અને હંમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુળ શ્રી હેાય છે. છ. જે પુરૂષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથ પિતા ઉપર ભક્તિ કરનાશ હોય, સ્ત્રી પતિના મન મુજબ વનારી હાય, અને મળેલી સારી સંપત્તિમાં સતાજ હોય તે પુરૂષને આ મત્યુલાટ સ્વર્ગ સમાન છે. વિવાહના પ્રકાર અગ્નિ તથ દેવ વગેરેની રૂબરૂ હસ્તમેળાપ કરવા, તે વિવાહ કહેવાય છે. તે લેાકમાં આઠ પ્રકારના છે, ૧ કન્યાને આભૂષણ પહેરાવી કન્યાદાન કરવું તે બ્રાહ્મવિવાહ કહેવાય છે. ર ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે, ૩ ગાય બળદનું જોડું આપીને કન્યાદાન કરવું તે આષ વિવાહ કહેવાય છે. ૪ યજમાન બ્રાહ્મણને યજ્ઞની દક્ષિણા તરીકે કન્યા આપે તે દૈવવિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. ૫ માતા, પિતા અથવા અંવગ એમને ન ગણુતાં માંહેામાંહે પ્રેમ બધા યાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધવ વિવાહ કહેવાય છે. ૬ ક્રાંઇ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે, તે આસુરી વિવાહ કહેવાય છે. ૭ જખરાઇથી કન્યા હરજી કરવી તે રાક્ષસ વિવાહ રહેવાય છે. ૮ સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી. જે વહુની તથા વરની માંહેામાંહે પ્રીતિ હોય તેા છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતાજ કહેવાય છે. વિત્ર સ્ત્રીના લાભ એજ વિવાહનુ' ફળ છે. પવિત્ર સ્ત્રીના લાભ થાય અને પુરૂષ તેનું જો ખરાખર રક્ષણ કરે તેા તેથી સ ંતતિ સારી થાય છે, મનમાં હંમેશા સમાધાન રહે છે, ગૃહષ્કૃત્ય વ્યવસ્થાથી ચાલે છે. કુલીનપણું જળવાઈ રહે છે. આચાર વિચાર પવિત્ર રહે છે, દેવ,અતિથિ તથા બાંધવજનના સત્કાર થાય છે અને પાપના સંબધ થતા નથી. હવે આનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તે આ પ્રમાણેઃ—1 તેને ઘરકામમાં જોડવી, ૨ તેના હાથમાં ખરચ માટે માફકસર રકમ રાખવી.૩ તેને સ્વતંત્રતા આપવી નહિ ૪ હુંંમેશાં માતા સમાન એના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યાગ્ય આચરણુ કહ્યું છે, તેમાં આ વાતના વિચાર ખુલ્લી રીતે કહી ગયા છીએ. વિવાહ વગેરેમાં જે ખરચ તથા ઉત્સવ વગેરે કરવા, તે આપણું કુળ, ધન, લેાક વગેરેનાં ઉચિતપણા ઉપર ધ્યાન દઇ જેટલું કરવું જોઇએ તેટલું જ કરવું પણ વધારે ન કરવું, કારણ કે, વધુ ખરચ આદિ કરવું તે તે ધમ કૃત્યમાંજ ઉચિત છે. આ રીતેજ ખીજે ઠેકાણે પણ જાણવુ. વિવાહ વગેરેને વિષે જેટલું ખગ્ર થયું હોય તે અનુસારે સ્નાત્ર મહાપૂજા,

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416