________________
પ્રતિષ્ઠા મહાત્સલ કરવા ]
૩૨૧
વસ્ત્ર વગેરે આપી તેમના સર્વ પ્રકારે સત્કાર કરવા. દીવાનાને છેાડાવવા. અમારિ પ્રવર્તાવવી. કોઈ ને પશુ હરકત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતર વગેરેના સત્કાર કરવા. ઘણા ઠાઠથી સંગીત આદિ અદ્ભુત ઉત્સવ કરવા. અઢાર સ્નાત્ર-અભિષેક કરવા. વગેરે પ્રતિષ્ઠા વિધિ પ્રતિષ્ઠાકલ્પ દિ ગ્રંથાથી જાણવી.
પ્રતિષ્ઠામાં સ્નાત્રને અવસરે ભગવાનની જન્માવસ્થા ચિતવવી તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ઉત્તરાત્તર અવસ્થા ચિતવવી. છદ્મસ્થપણાના સૂચક વસ્ત્રાદિકવડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચાર વડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવસ્થા ચિતવવી. અજનશલાકાવડે મૈત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવ ળી અવસ્થા ચિંતવવી, તથા પૂજામાં સર્વ પ્રકારના મ્હોટા ઉપચાર કરવાને અવસરે સમવસરણમાં રહેલી ભગવાનની અવસ્થા ચિતવવી આ પ્રમાણે શ્રાદ્સામાચારીવૃત્તિમાં કહ્યું છે પ્રતિષ્ઠા કર્યાં પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું. વર્ષ પુરૂં થાય ત્યારે અટ્ઠાઇ ઉત્સવ કરવા. અને આયુગ્રંથિ-વČગાંઠ બાંધવી. તથા ઉત્તરાત્તર વિશેષ પૂજા કરવી, વષૅ ગાંઠને દિવસે સાધર્મિક વાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શકિત પ્રમાણે કરવું. પ્રતિષ્ઠાષાશકમાં તા વળી કહ્યું છે કે—ભગવાનની આઠ દિવસ સુધી એક સરખી પૂજા કરવી. તથા સવ* પ્રાણિઓને યથાશક્તિ દાન આપવું.' આ રીતે સાતમું દ્વાર સમાપ્ત થયું. છ
૮ પુત્રાદિકના દીક્ષા ઉત્સવ ઉજવવા.
તેમજ પુત્ર, પુત્રી, ભાઇ, ભત્રીજો, પેાતાના મિત્ર, સેવક આદિના દીક્ષાના તથા વડીદીક્ષાના ઉત્સવ ઘણા આડંબરથી કરવા. કહ્યું છે કે—‘ભરત ચક્રવર્તીના પાંચસેા પુત્ર અને સાતસા પૌત્ર એટલા કુમારે એ ઋષભદેવ ભગવાનના સમવસરણમાં સાથે દીક્ષા લીધી.’ શ્રીકૃષ્ણે તથા ચેટક રાજાએ પેાતાની સંતતિને ન પરણવાના નિયમ કર્યાં હતા, તથા પેાતાની પુત્રી આદિને તથા બીજા થાવચ્ચા પુત્ર વગેરેને ઘણા ઉત્સવથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી એમાં ઘણું પુણ્ય છે. કહ્યું છે કે—જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર, થાય છે, તે માતા, પિતા અને સ્વજનવગ ઘણા પુણ્યશાળી અને ધન્યવાદને ચેાગ્ય છે.' લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—‘જ્યાં સુધી કુળમાં કોઈ પુત્ર પવિત્ર સન્યાસી થતા નથી, ત્યાં સુધી પિંડની ઇચ્છા કરનારા પિતરાઈઓ સંસારમાં ભમે છે.' આર્ટનું દ્વાર સમાપ્ત થયું.
← આચાર્ય પદ વિગેરેના ઉત્સવ કરવા.
તેમજ પદસ્થાપના એટલે ગળુ, વાચનાચાય, વાચકાચાય વિગેરે પદની સ્થાપના કરવી, દીક્ષા લીધેલા પેાતાના પુત્ર આદિ તથા ખીજા પણ જે ચાગ્ય હાય, તેમની પદ સ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને સારૂ ઘડ્ડા ઉત્સવથી કરાવવી, સંભળાય છે કે, અરિહંતના પ્રથમ
૪૧